શાળાએ થી ઘરે જતા વિધાર્થીને સાપે કરડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, તેના ગરીબ માતા પિતા સારવાર કરાવી શકે તેમ નહતા તો શાળાના શિક્ષકોએ મળી દીકરાને નવું જીવનદાન આપ્યું…. – GujjuKhabri

શાળાએ થી ઘરે જતા વિધાર્થીને સાપે કરડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, તેના ગરીબ માતા પિતા સારવાર કરાવી શકે તેમ નહતા તો શાળાના શિક્ષકોએ મળી દીકરાને નવું જીવનદાન આપ્યું….

વરસાદી વાતારવરણમાં ઝેરી પ્રાણીઓ બહાર નીકરતા હોય છે અને અમુક લોકોને ડંખ પણ મારતા હોય છે.ત્યારે આજે એક એવી જ ઘટના વિષે વાત કરવાના છીએ જે ઘટનામાં એક વિધાર્થીને સાપએ ડંખ મારતા સમાજસંગઠન અને શાળા પરિવાર તે પરિવારે વ્હારે આવ્યો હતો.આજે ગોળ કળયુગમાં પણ ક્યાંકને ક્યાંક માનવતા જોવા મળી રહે છે.સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના એક ગામમાં રહેતા મિતેશ નામના વિધાર્થીને ઝેરી સાપે ડંખ માર્યો હતો જે વિધાર્થી શાળામાં અભ્યાસ કરીને ઘરે જઈ રહ્યો હતો.

તે સમયે સાપે ડંખ મારતા વિધાર્થી ઘાયલ થયો હતો.જેને તાત્કાલિક સારવાર માટે ઇડરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ નબરી હોવાથી શાળા પરિવારથી ૧૧ હજાર મદદ કરવામાં આવી હતી.

સમાજ સંગઠન દ્વારા સોશિયલ મીડિયા દ્વારા ૮૮ જેટલી મોટી રકમ ભેગી કરીને સારવાર અર્થે દાખલ કરવામાં આવેલા વિધાર્થીને મદદ કરવામાં આવી હતી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જયારે પીડિત પરિવાર રાજેશભાઈ અને તેમના પરિવારે સમાજ સંગઠન અને શાળા પરિવારનો ખુબ ખુબ આભાર માન્યો હતો.આવી ઘટના અનેક સામી આવતી હોય છે અત્યારના સમયમાં સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થતા જરૂરિયાત લોકોને યોગ્ય મદદ થઈ જતી હોય છે ત્યારે દરેક સમાજ પોતાના સમાજના લોકોને મદદ કરવા માટે હર હંમેશા માટે તૈયાર રહેતા હોય છે.ત્યારે આજે એક માનવતા મહેકાવતો એક કિસ્સો સામે આવ્યો છે.