વ્યાસપીઠ પર થી મોરારી બાપુનું દર્દ છલકાયું,કહ્યું-હું હિન્દુ મુસ્લિમની વાત કરું તો મારી આકરી ટીકા કરો છો……. – GujjuKhabri

વ્યાસપીઠ પર થી મોરારી બાપુનું દર્દ છલકાયું,કહ્યું-હું હિન્દુ મુસ્લિમની વાત કરું તો મારી આકરી ટીકા કરો છો…….

રામાયણના કથાકાર તરીકે વૈશ્વિક ઓળખ મેળવનારા મોરારી બાપુ અવારનવાર વિવિધ કારણોસર વિવાદમાં રહે છે.અગાઉ તેઓ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન સ્વામિનારાયણ પર કરેલી વિવાદિત ટિપ્પણીના કારણે વિવાદમાં આવ્યા હતા.તાજેતરમાં તેઓ હવે વ્યાસપીઠ પરથી આપેલા નિવેદનના કારણે વિવાદમાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે વ્યાસપીઠ પરથી કીધુ હતુ કે ”હુ કોઈ શેર કહું,હું ગઝલમાં ઉર્દુ શબ્દ બોલું અથવા

હિંદુ મુસ્લિમની વાત કરું તો મારી આકરી ટીકા કરો છો.હવે જયારે હિંદુત્વના પ્રહરી મસ્જિદમાં પણ જઈ આવ્યા તો કોઈ કેમ બોલતું નથી.હું હિંદુ-મુસ્લિમ એકતાનો પ્રયત્ન કરું તો કેટલાક લોકો સહન કરી શકતા નથી.મારી ટીકા કરનારા લોકો હિંદુત્વના પ્રહરીના મુદ્દે કેમ બોલી શકતા નથી?’હવે કોઇક તો બોલો..ટીકા કરો…ઉતરી પડ્યા હતા

મોરારી બાપુ પર…હે ને સાહેબ..હુ કોઈ નુ નામ નથી લેતો..પણ મોરારી બાપુ કાઈક બોલે તો ધોકા વાળી..આમ મોરારી બાપુ એ કોની પર નામ લીધા વગર જ આડકતરી રીતે પ્રહાર કર્યા હતા. તે તો હવે સમજવુ રહ્યુ.તમને જણાવીએ કે અગાઉ મોરારી બાપુ પોતાની કથામાં કોઈક વખત 2-5 મિનિટ માટે અલી મૌલાની ધૂન ગવડાવીને સર્વધર્મ સમભાવની લાગણી ફેલાવવા પ્રયત્ન કરતા હતા.

જોકે 2 વર્ષ પહેલા તેમની એટલી ક્લિપ વાયરલ કરીને તેઓ 6 દાયકાથી ઈસ્લામનો પ્રચાર કરી રહ્યા છે તેવો વિરોધ કરવામાં આવ્યો હતો.સાથે સાથે તમને એ પાના જાણવી દઈએ કે RSSના સરસંઘચાલક ડો. મોહન ભાગવતે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહ દરમિયાન કસ્તૂરબા ગાંધી માર્ગ સ્થિત મસ્જિદમાં અખિલ ભારતીય ઈમામ સંગઠનના મુખ્ય ઈમામ સહિતના મુસ્લિમ નેતાઓ સાથે બેઠક કરી હતી.