વેરાવળના આ યુવકને અચાનક પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો તો સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા અને જે જાણવા મળ્યું તે જાણીને પગ નીચેથી જમીન સરકી ગઈ. – GujjuKhabri

વેરાવળના આ યુવકને અચાનક પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો તો સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા અને જે જાણવા મળ્યું તે જાણીને પગ નીચેથી જમીન સરકી ગઈ.

ઘણા કિસ્સાઓ એવા બનતા હોય છે તે જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો વેરાવળ તાલુકાના મલોંઢા ગામમાંથી સામે આવ્યો હતો, આ ગામમાં રહેતા માનસિક રીતે બીમાર યુવકને અચાનક જ પેટમાં અસહ્ય દુઃખાવો થવા લાગ્યો તો તે યુવકને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

યુવકને આઇસીયુમાં દાખલ કરીને તેનો સીટી સ્કેન રીપોર્ટ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે આ યુવકને જઠર અને આંતરડામાં કાણું હોવાની જાણ થઇ તો યુવકને ઓપરેશન માટે લઇ જવામાં આવ્યો, ઓપરેશનમાં લઇ ગયા બાદ યુવકના પેટના જઠરમાંથી ૬૨ લાકડાની સળી, બે મહેંદીના કોન અને પંદર પ્લાસ્ટીકની સ્ટ્રો બહાર કાઢવામાં આવી હતી.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોકટરોની ટીમે બે કલાક સુધી મહેનત કરીને યુવકની સફળ સર્જરી કરીને નવું જીવનદાન આપ્યું હતું, ‎જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એમ.એસ. સર્જનએ જણાવતા કહ્યું હતું કે ૨૪ જુલાઈના રોજ વેરાવળ તાલુકાના મલોંઢા ગામમાં રહેતા અરજણભાઇને અચાનક જ પેટમાં દુઃખાવો થવા લાગ્યો એટલે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા.

ત્યાં સારવાર દરમિયાન રિપોર્ટ કરાવ્યા તો જાણવા મળ્યું કે યુવાનના જઠર અને આંતરડામાં કાણું છે એટલે હોસ્પિટલના ડોકટરોએ કહ્યું કે ઓપરેશન કરવું પડશે, ત્યારબાદ સિવિલ હોસ્પિટલના ડોકટરોએ એક ટીમ તૈયાર કરીને ઓપરેશન કરવાનું શરૂ કર્યું તો પેટમાંથી કુલ્ફીની સળી, પ્લાસ્ટીકની સ્ટ્રો અને મહેંદીના કોનને બહાર કાઢીને સફળ ઓપરેશન કરીને યુવકને નવું જીવનદાન આપ્યું.