વેપારી પરિવારના જવાન જોત દીકરાનું એવી રીતે મૃત્યુ થઇ ગયું કે કોઈએ સપને પણ નહિ વિચાર્યું હોય કે આવું કઈ થશે…
અમુકવાર જીવનમાં એવી ઘટનાઓ ઘટતી જતી હોય છે કે જેની અસર આખા પરિવાર પર પડતી હોય છે. આપણા જીવનનો કયો છેલ્લો દિવસ હોય તેની કઈ ખબર નથી માટે જેટલી જીવન મળ્યું છે તે ખુબજ ખુશીથી જીવી લો. આજ કહેવતને સાચી સિદ્ધ કરતી એક વાત ભુજથી સામે આવી છે.
જેમાં એક વેપારીના ૨૭ વર્ષના જવાન દીકરાનું અચાનક જ મૃત્યુ થઇ જતા પરિવારમાં શોકના વાદળો છવાઈ ગયા હતા.યુવકનુ નામ સોહેલ સિધકભાઈ કુંભાર હતું. એ ગઈકાલે એરપોર્ટ રિંગરોડ પાસે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં હતો.
પિતા વેપારી હોવાથી પરિવાર પૈસા ટકે ખુબજ સુખી હતું. ઘરમાં પૈસાને લઈને કોઈપણ જાતની બાંધછૂટ નહતી. એકના એક દીકરો હોવાથી પરિવારનો લાડલો હતો. સોહેલ પોતાના ફાર્મહાઉસમાં હતો.
એવાં તેને મધમાખી જેવડું એક નાનું કીટક આવીને કરડી ગયું અને થોડી વારમાં તેના શરીરે સોજા આવી ગયા અને તે નીચે પડી ગયો તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પણ ત્યાં જઈને વધુ યોગ્ય સારવાર મળે તેની પહેલા જ તેનું મૃત્યુ થઇ ગયું.
દીકરાના મૃત્યુના સમાચાર મળવાની સાથે જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.પરિવારના એકના એક દીકરાનું આવી રીતે મૃત્યુ થઇ જતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાથી સાથે જ પરિવારના બધા લોકો હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. પરિવારના લોકોએ ત્યાં પહોંચીને આક્રંદ રુદન શરૂ કર્યું હતું.
નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.