વૃદ્ધ દંપતીએ સજોડે ગળો ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું! સ્યુસાઇડ નોટ આત્મહત્યાનું એવું કારણ જણાવ્યું કે ચોંકી જશો.. – GujjuKhabri

વૃદ્ધ દંપતીએ સજોડે ગળો ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું! સ્યુસાઇડ નોટ આત્મહત્યાનું એવું કારણ જણાવ્યું કે ચોંકી જશો..

દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવો બને છે, ત્યારે હાલમાં જ એક દુઃખદાયી ઘટના બની છે. આપણે યુવાનોનાં આત્મહત્યા અંગેના તો અનેક બનાવો બનતા હોય છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું જતું હોય છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ધરમપુર કોઠી ફળીયામાં રહેતા વૃ્ધ્ધ દંપતીએ ફાંસો કાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી.

આત્મહત્યાનું કારણ સ્યુસાઇડ નોટમાં જણાવેલ. કારણ જાણીને તમે પણ ચોંકી જશો.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ધરમપુરના કોઠી ફળીયામાં હાલ રહેતા અને દા. ન.હ. પદમાવતી એપાર્ટમેન્ટમાં ભાડાના ફ્લેટમાં રહેતા 62 વર્ષીય દિલીપભાઈ જનાર્ધન ભગવતે અને તેમની 54 વર્ષીય પત્ની સીમાબેન દિલીપભાઈ ભગવતે છેલ્લા ત્રણ દિવસથી ધરમપુર તેમના મકાનમાં રહેવા આવ્યા હતા.મંગળવારે રાત્રે આંઠ વાગ્યે કોઠી ફળીયામાં રહેતા તેમના સંબંધીએ જમવા બાબતે કેહતા તેમણે જમવું નથી એમ કહ્યું હતું.

જે બાદ સંબંધી ઘરે જતા રહ્યા હતા. બુધવારે સવારે સંબંધી દંપતીને ચા- નાસ્તા માટે બોલાવવા ડોરબેલ વગાડી હોવા છતાં દરવાજો નહિ ખોલતા તેમણે સમાજના વ્યક્તિ સાથે દરવાજો તોડી અંદર ગયા હતા. જ્યા છતના હુક સાથે સાડીના ટુકડા વડે દંપતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરી હતી. પતિ, પત્નીએ ડાયરીમાં લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી.

જેમાં જોતા દિલીપભાઈ ઘણાં લાંબા સમયથી સુગરની બીમારીથી પીડાતા હોય અને બીમારીના ટેન્શન તેમજ આર્થિક સમસ્યાના કારણે બંને પતિ-પત્નીએ ફાંસો ખાધો હતો. આ અંગે પ્રશાંત વૈદ્યનાઓએ ધરમપુર પોલીસ મથકે જાહેરાત આપી છે. બે સંતાનો પૈકી મોટી દીકરીના લગ્ન થઇ ચુકેલા અને અપરિણીત દીકરો સેલવાસ ભાડાના મકાનમાં રહી નોકરી કરતો હતો. હાલમાં આ દુઃખ ઘટનાને પગેલે પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું.