વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકે જીવ ખોયો, કુતંજ પટેલની યુગાન્ડામાં ગોળી મારી કરાઈ હત્યા – GujjuKhabri

વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકે જીવ ખોયો, કુતંજ પટેલની યુગાન્ડામાં ગોળી મારી કરાઈ હત્યા

વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે.મૃતક યુવક ખેડાના ઠાસરા તુલુકામાં આવેલ સાંઢેલી ગામનો હતો.આફ્રિકાના દેશ યુગાન્ડામાં તેની કરપીણ હત્યા કરવામાં આવી છે.મૃતક યુવાન યુગાન્ડામાં તેની માસીના ગ્રોસરી સ્ટોરમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો.

જાણવા મળતી વિગત અનુસાર તાજેતરમાં યુગાન્ડાના કિસોરોમાં કુતજ પટેલ નામના યુવકને ગોળી મારવામાં આવી હતી.ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું.આ અંગે કુંતજના મોતના સમાચાર મળતાં વતનમાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

27 તારીખના રોજ બપોરે 2 વાગ્યાની આસપાસ કુંતજ સ્ટોર પરથી ઘરે જઈ રહ્યો હતો.ત્યારે આ ઘટના બની હતી.સ્ટોરની બહાર જ કુંતજના છાતીના ભાગે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.હત્યા કર્યા બાદ હત્યારો ત્યાંથી ભાગી ગયો હતો.

આ ઘટના બાદ યુગાન્ડા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ કરી હતી.સાથે હત્યારો યુગાન્ડા પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે.તમને જણાવી દઈએ કે ચાર વર્ષ પહેલા કુતંજના લગ્ન થયા હતા. લગ્ન બાદ કુંતજ અને તેની પત્ની યુગાન્ડામાં સ્થાઈ થયા હતા.