વાપીમાં મોંર્નીગ વોક પર નીકળેલા વ્યક્તિ સાથે થયું એવું કે આ દિવસ તેમના જીવનનો અંતિમ દિવસ બની ગયો… – GujjuKhabri

વાપીમાં મોંર્નીગ વોક પર નીકળેલા વ્યક્તિ સાથે થયું એવું કે આ દિવસ તેમના જીવનનો અંતિમ દિવસ બની ગયો…

ઘણા એવા દુઃખદ બનાવો આપણી આસપાસ બનતા જ રહેતા હોય છે જેમાં ખાસ કરીને અકસ્માતના બનાવો વધારે બને છે. આ બનાવો બનવાથી કેટલાય પરિવરોમાં માતમ છવાઈ જતો હોય છે અને હાલમાં એક એવો જ દુઃખદ બનાવ વાપીમાં એક ઉદ્યોગપતિ સાથે બન્યો છે.જેઓ મોર્નિંગ વોક માટે સવારે ઘરેથી નીકળ્યા હતા અને તેમને એક અજાણ્યા વાહને ટક્કર મારી દીધી હતી.વાપીના ચણોદ ગામે રહેતા ભુલાનગર સોસાયટીમાં રણજીતભાઇ જેઓ શનિવારે ૩ વાગે મોર્નીગ વોક પર ગયા હતા.

એવામાં વાપીથી સેલવાસ બાજુએ જતા ગુરુદ્વારા પાસે કોઈ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી દીધી હતી. જેમાં તેમના વધારે ઈજાઓ પહોંચી હતી એટલે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું. તો આ ઘટના વિષે ભરતભાઈ નામના મિત્રને પહેલા જાણ થતા તેઓએ રણજિતભાઈના ઘરે જાણ કરી હતી.

આમ પરિવાના લોકોને જેવી જાણ થઇ તો પહેલા પરિવારના લોકો ઘણા દુઃખી થઇ ગયા હતા અને પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. તેઓ રોજે રોજ સવારે ઉઠતા જ ચાલવા માટે જતા હતા અને ચાલીને પાછા આવતી વખતે રસ્તામાં થયું એવું કે આ દિવસ તેમના જીવનનો ચાલવા માટેનો છેલ્લો દિવસ બની ગયો હતો.

આમ આખા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી રણજીતભાઇ પેપર મિલમાં ભાગીદાર હતા અને તેઓ રોજે રોજ સવારે ઉઠતાની સાથે જ આ ઘટના બની ગઈ હતી. જેમાં પોલીસ આગળની તપાસ કરી રહી છે અને આ ઘટનામાં અજણયા વાહનની પણ શોધખોળ ચાલી રહી છે.