વાંકાનેરના ગંગાબેન છેલ્લા ઘણા વર્ષોથી સિવિલમાં જઈને નવી માતા બનેલી મહિલાઓને શુધ્ધ ઘીનો શિરો ખવડાવીને પુણ્યનું કામ કરી રહ્યાં છે.
દેશમાં અનેક નાગરિકો છે પરંતુ અમુક લોકો એવા છે જેમને બીજા લોકોની મદદ કરીને ખુબજ ખુશી થતી હોય છે.ત્યારે આજે એવા જ એક દાદી વિષે વાત કરવાના છીએ જેમને બીજા લોકોની સેવા કરવાથી ખૂબ જ આનંદ આવે છે.
જેથી તેમને સિવિલ હોસ્પિટલમાં પ્રસુતાને ઘી નો શિરો બનાવીને ખવડાવે છે.આ ઘટના વાંકાનેરથી સામે આવી છે.વાંકાનેરના આ દાદીનું નામ છે ગંગાબેન જે છેલ્લા ચાર વર્ષથી સરકારી હોસ્પિટલમાં પ્રસુતાને ચોખ્ખા ઘી થી બનાવેલો અને કાજુ બદામ પિસ્તા ચારોલી યુકત શિરો ખવડાવીને માનવ જાતને ઉજળી રહ્યા છે.
આ દાદીમાં શહેરના ગાયત્રી મંદિર પાસે રહેતા ગંગાબેન કાનજીભાઈ ગમાર નાત જાતના ભેદભાવ વિના સ્વખર્ચે ડ્રાયફૂટ શિરો પોતાના ઘરે જાતે જ બનાવે છે.અને તે હોસ્પિટલ જાતે જ જઈને ગમે તેટલી પ્રસૂતિઓ હોય તે તમામને શિરો ખવડાવવી પુણ્ય નું ભાથું બાંધે છે.
નિસ્વાર્થ ભાવે શિરો સવારે બનાવીને તેમના પતિ કાનજીભાઈની મદદથી મોટરસાયકલ પર સિવિલ હોસ્પિટલ પહોંચે છે.કાનજીભાઈ એ દ્રઢ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે બધું દ્વારકાવાળાની દયાથી ચાલે છે અને આ સેવા યજ્ઞ જીવન પર્યંત ચાલુ રાખીશું જ.
અત્યારના સમયમાં દરેક લોકો પોતાના સ્વાર્થ પાછળ જ દોડતા હોય છે ત્યારે આ દાદી નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી રહ્યા છે જે ખુબજ નવાઈ ની વાત કહેવાય તેમના કહેવા મુજબ તેમના પર દ્વારકાધીશની દયા છે જેથી આ કામ તે ચાલુ જ રાખશે.આ દાદીએ માનવતા હજુ જીવિત છે જે કહેવત ને સાર્થક બનાવી છે.