વલસાડમાં આવેલી સંજય શોપના માલિકે દિવાળીના સમયે એવી અનોખી સ્કીમ રાખી છે ,જેમાં ફક્ત ૧ રૂપિયામાં મોબાઈલ ફોન મળે છે પણ દરેક લોકોને આ શરત પૂરી કરવી પડે….
હાલ મોબાઈલ અને કોમ્પ્યુટરનો સમય આવી ગયો છે અને તેથી જ લોકો તેમનો મોટા ભાગનો સમય મોબાઈલ અને કોમ્પ્યુટર પાછળ પસાર કરતા હોય છે. એટલે પહેલાની જેમ પરિવારના લોકો જ પરિવાર સાથે નથી રહેતા આજે બધા જ પરિવારોમાં મેળ પણ નથી હોતો.
એટલે જ આજે પરિવારો વિખુટા પડી જતા હોય એવું લાગી રહ્યું છે.આજે એક એવી શોપ વિષે જાણીએ જેઓ પરિવારોના પાછા મિલન કરાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. થોડા દિવસો પછી દિવાળીનો તહેવાર આવવાનો છે.
એટલે એક એવા દુકાનદારે તમામ પરિવારો સંપીને રહે તેની માટે એજ જુગાડ શોધી કાઢ્યો છે. જેમાં દિવાળીના તહેવાર પર બધા જ લોકો નવી નવી ઇલેક્ટ્રિકલ, કપડાં અને બીજી કેટલીય વસ્તુઓ પણ લેતા હોય છે.
એવામાં વલસાડના સંજય મોબાઈલ શોપના માલિક સંજયભાઈએ એક એવી સ્કીમ રાખી છે જેથી પરિવારને સાંકળવા આવી સ્કીમ મૂકી છે. જેમાં તેમની દુકાનમાં દાદા અને પૌત્રી, ભાઈ અને બહેન, બહેન અને બહેન, સાળા અને જીજા, કાકા અને ભત્રીજો આવી જ રીતે બધા સબંધીઓ સાથે આવે તો તેમને એક મોબાઈલ, બ્લુટુથ જેવી ગિફ્ટ આપવામાં આવશે.
જો તેમની દુકાનમાં ભાઈ અને બહેન, ભાઈ અને ભાઈ અથવા બંને બહેનો જશે તો તેમને ૨૧૦૦ રૂપિયાનું બ્લુટુથ ૦.૫૦ પૈસામાં આપવામાં આવશે. જો સાસુ વહુ સાથે જશે તો ૧૦૦૦૦ નો મોબાઈલ ૧.૨૫ રૂપિયામાં આપવામાં આવશે. આ સાથે કાકા અને ભત્રીજો સાથે જશે તો તેમને ૧૧૯૦૦ નું સાઉન્ડબાર .૦૨૫ પૈસામાં આપવામાં આવશે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.