વલસાડના આ ડોક્ટરએ પોતાના ૫૦ માં જન્મદિવસના દિવસે ૧૦૦ મી વખત રક્તદાન કરીને જન્મદિવસની ભવ્ય ઉજવણી કરીને બીજા લોકોને રક્તદાન કરવા પ્રેરિત કર્યા. – GujjuKhabri

વલસાડના આ ડોક્ટરએ પોતાના ૫૦ માં જન્મદિવસના દિવસે ૧૦૦ મી વખત રક્તદાન કરીને જન્મદિવસની ભવ્ય ઉજવણી કરીને બીજા લોકોને રક્તદાન કરવા પ્રેરિત કર્યા.

આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે તેમના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરતા હોય છે, આજે આપણે એક તેવા જ વલસાડમાં રહેતા ડૉ. પંકજ મિસ્ત્રી વિષે વાત કરીશું, પંકજ મિસ્ત્રીએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ભવ્ય ઉજવણી કરી હતી, પંકજ મિસ્ત્રીએ તેમના પચાસમાં જન્મદિવસના દિવસે સો મી વખત રક્ત દાન કરીને લોકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

પંકજભાઈએ વલસાડની BKM સાયન્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને સાયન્સ કોલેજમાંથીM.Sc., Ph.D ની મોટી ડિગ્રી મેળવીને હાલમાં અતુલ લિમિટેડમાં જોઇન્ટ મેનેજર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. ડો. પંકજભાઈએ પોતાનાં પચાસમાં જન્મદિવસના દિવસે ૧૦૦ મી વખત રકતદાન કરીને પરીવારના લોકો સાથે જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી.

પંકજભાઈએ પહેલીવાર રક્તદાન વર્ષ ૧૯૯૦ માં બત્રીસ વર્ષ પહેલા કર્યું હતું, ત્યારબાદ પંકજભાઈએ સતત રક્તદાન કરવાનું શરૂ જ રાખ્યું હતું, પંકજભાઈએ ૩૨ વર્ષમાં ૧૦૦ વાર વખત રક્તદાન કરીને અનેક લોકોને નવું જીવનદાન આપ્યું હતું, પંકજભાઈના ૧૦૦ માં રકતદાન સમયે વલસાડ રકતદાન કેન્દ્રના આઠમા શતક રકતદાતા બનવાનું શ્રેય હાંસલ કર્યું હતું.

પંકજભાઈએ વલસાડની જૂની અને જાણીતી કોલેજમાં અભ્યાસની સાથે સાથે તેમને પહેલા રકતદાનની પણ શરૂઆત કરી હતી અને આજે ધીરે ધીરે સો વખત રકતદાન કરીને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, પંકજભાઇના પરિવારમાં તેમના પિતાજી અને તેમના બે ભાઇઓએ પણ ૨૫ કરતા વધારે વખત રકતદાન કર્યું હતું,

આથી પંકજભાઈએ અને તેમના પરિવારના લોકોએ બસો કરતા વધારે યુનિટનું રકતદાન કરીને અનેક લોકોની જિંદગી બચાવીને પંકજભાઈએ માનવતા મહેકાવીને બીજા લોકોને રક્તદાન કરવા પ્રેરિત કર્યા હતા.