વર્ષોથી આ ઝૂંપડીમાં સદાવ્રત ચાલે છે, પણ આજ સુધી તપેલીમાં કદી ખાવાનું નથી ખુટ્યું, માતાજીનો સાક્ષાત પરચો….
કહેવાય છે કે જે જગ્યાએ સાક્ષાત ભગવાનનો વાસ હોય છે એ જગ્યાએ વાત જ અનોખી હોય છે, આજે અમે તમને એક અવેઇ જ ચમત્કારિક જગ્યા વિષે જણાવીશું કે જ્યાં સદાવ્રત ચાલે છે અને ત્યાં થાય છે એવો ચમત્કાર કે તેને જાણીને તમે પણ બોલી પડશો કે અહીં સાક્ષાત ભગવાન છે.
આ જગ્યા પાવાગઢ વાઈવે પર આવેલી છે. જ્યાં ચિનુ ભાઈ નામના યુવક સદાવ્રત ચલાવે છે.તે હાઇવેની બાજુમાં એક નાની ઝૂંપડી બાંધીને સદાવ્રત ચલાવે છે, તે પોતાની ત્યાં આવતા લોકોને ભરપેટ ભોજન જમાડે છે. તે એક તપેલીમાં જ ખાવાનું બનાવે છે.
તો પણ આજ સુધી તે તપેલી માંથી ખાવાનું નથી ખુટ્યું આ એક મહાકાળી માતાજીનો એક મોટો ચમત્કાર જ છે. તહેવારના દિવસોમાં અહીં વધારે લોકો આવૈ જાય છે.તો પણ તેમને જેટલા ખાવાનું બનાવ્યું હોય એટલું જ ચાલી જાય છે,
ક્યારેય ખાવાનું ખૂટતું નથી. ચિનુ ભાઈએ જણાવ્યું કે મેં મારા રૂપિયાથી આ કામ શરૂ કર્યું હતું, પણ આજ સુધી એવું કોઈ દિવસ નથી બન્યું કે તેમની ઝૂંપડીમાં ખાવાનું ખુટયું હોય, જો કોઈનું દાન આવે તો તે ગ્રહણ કરે છે, પણ કોઈની પાસે સામેથી દાન નથી માંગતા.
ચિનુ ભાઈએ કહ્યું કે મારી પર અને મારી આ ઝૂંપડી પર મહાકાળી માતાનો હાથ છે. આજ સુધી મારી મહાકાળી માતાએ ક્યારેય મને તકલીફ નથી પાડવા દીધી મારા બધા જ કામ પુરા થઇ જાય છે. મારી મહાકાળી માતાજીએ ક્યારેય મારી તપેલી ખાલી નથી થવા દીધી.