વરરાજાને કન્યાપક્ષ તરફથી લગ્નમાં પાંચ લાખ રૂપિયા મળવાના હતા પણ કન્યાની માતાને કેન્સરની બીમારી હતી તો વરરાજાએ તે પૈસા કન્યાની માતાને સારવાર માટે આપીને માનવતાનો ઉત્તમ દાખલો બેસાડ્યો.
હાલના ચાલી રહેલા સમયમાં આપણે ઘણા અવનવા કિસ્સાઓ બનતા જોતા હોઈએ છીએ, હાલમાં એક તેવો જ કિસ્સો ઉત્તર પ્રદેશના કુશીનગરમાંથી સામે આવ્યો હતો, કુશીનગરના આ યુવકે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, આ વરરાજાએ દહેજ લીધા વગર મંદિરમાં સાત ફેરા ફરીને સાદાઈથી લગ્ન કર્યા હતા.
આ વરરાજાએ એટલા માટે તેમના સાસરિયાના લોકો પાસેથી એક પણ રૂપિયો લીધો ન હતો કારણ કે કન્યાની માતા બીમાર હતી એટલે તેને બચાવવા માટે વરરાજાએ આ નિર્ણય લીધો હતો, કન્યાની માતાને કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું અને તેમની દીકરીના લગ્ન ડિસેમ્બર મહિનામાં થવાના હતા પણ હોસ્પિટલના ખર્ચના કારણે આ લગ્ન થવાના બંધ રહેવાના હતા.
તેથી વરરાજાએ માનવતાની ફરજ નિભાવીને લગ્ન પહેલા જ જમાઈની ફરજ બજાવી લીધી હતી, આ સબંધ થયા સમયે કન્યાના પિતાએ છોકરાઓને પાંચ લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું, ત્યારબાદ બંને પરિવારોએ સાથે મળીને માર્ચ મહિનામાં ધામધૂમથી સગાઈ કરી અને ૮ ડિસેમ્બરના રોજ લગ્ન માટે શુભ મુહૂર્ત કાઢ્યું એટલે બંને પરિવારોએ લગ્નની તૈયારીઓ કરવાની શરૂ કરી દીધી હતી.
તે પછી કન્યાની માતા ઈન્દુ દેવીને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો તો તેમને સારવાર માટે દેવરીયાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ડોકટરોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે ઈન્દુબેનને કેન્સર છે, તે વાત સાંભળીને આખો પરિવાર દુઃખી થઇ ગયો અને ચાર મહિના પછી તો દીકરીના લગ્ન કરવાના હતા અને પત્નીની સારવાર પણ કરવાની હતી.
તેથી દીકરીએ તેના પિતાને કહ્યું કે મારા લગ્ન બંધ રાખો પહેલા માતાની સારવાર કરાવો તો માતા એકદમ સ્વસ્થ થઈ જશે ત્યારબાદ મારા લગ્ન કરીશું, ત્યારબાદ બંને પરિવારના લોકોએ એકબીજા સાથે વાતચીત કરી અને સુશીલની મદદથી લગ્ન કરવાનું નક્કી કર્યું
અને છોકરાના પિતા નરેન્દ્રભાઈએ બીજા લગ્નનું મુહૂર્ત કઢાવીને 5 ઓગસ્ટના રોજ દીપક અને સ્વાતિએ કુશીનગરના સિધુવા મંદિરમાં સાદાઈથી સાત ફેરા ફરીને લગ્ન કર્યા તો દરેક લોકો વરરાજાના અને તેમના પરિવારના લોકોના વખાણ કરવા લાગ્યા હતા.