|

વધુ એક વ્યક્તિનો આશરો બન્યા પોપટભાઈ,એક રઝડતો ભટકતો વ્યક્તિને આપી નવી જિંદગી,વિડીયો જોઈને રડી પડશો….

આ કળીયુગમાં પણ કેટલાક એવા હોય છે જેઓ તેમના પોતાના કરતાં તેમની આસપાસના લોકોની ખુશી અને સંતોષને વધુ સ્થાન આપે છે.સોનાનું હૃદય ધરાવતા દુર્લભ લોકોમાંના એક છે પોપટભાઈ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી રજની કટારિયા.જે વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને તેમના જીવનમાં પાછા ટ્રેક પર આવવા અને તેમના પ્રિયજનો સાથે પુનઃમિલન કરવામાં મદદ કરે છે.

પોપટભાઈનું કામ જ એવું છે કે આજે તે દરેક દિલમાં રાજ કરે છે.તેમને આજે કોઈ નામનાની જરૂર નથી.ભાગ્યે જ કોઈક એવું હશે જે પોપટભાઈને ઓળખતું નહિ હોય.આપણે સૌ જાણીએ છીએ કે વધતી મોઘવારીના કારણે સામન્ય લોકોનું જીવન બહુ મુશ્કેલ બન્યું છે.આવામાં ઘણા લોકો પોતાનું ગુજરાન ચલવવા બીજા રાજ્યો કે અથવા અન્ય દેશમાં જવાનું પસંદ કરે છે.

આવામાં તેઓ કઈ ને કંઈ કામ ધંધો કરતા હોય છે.પરંતુ આવા લોકો ક્યારેક એવી મુસીબતમાં મુકાઈ જતા હોય છે કે જેની તે લોકોએ કલ્પના પણ કરી ના હોય.પોપટભાઈ એક એવા વ્યક્તિ છે.જે પોતાની એક સંસ્થા ચલાવે છે.જેમાં નિરાધાર લોકોને ભોજનની વ્યવસ્થાથી માંડીને તમામ શક્ય વ્યવસ્થાઓ કરે છે.તે પણ નિસ્વાર્થ ભાવે.તેઓ રસ્તા પર રખડતા ભટકતા હોય કે પછી જેનો કોઈ આધાર ન હોય તેવા લોકોના મોઢા ઉપર સ્મિત લાવી દેતા હોય છે.

હાલમાં એક વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોપટભાઈએ એક વ્યક્તિની એવી સેવા કરી કે જાણીને તમારી આંખ પણ ભીની થઈ જશે. એક રઝડતો ભટકતો વ્યક્તિ રોડ પર ચાલીને જતો હતો. તે વ્યક્તિનું નામ છે ગોવિંદજી. આ ગોવિંદજી ની બધી માહિતી કોઈ વ્યક્તિ પોપટભાઈ ને આપી હતી અને પોપટભાઈ તેની મદદ અર્થે દોડી આવ્યા હતા.

ગોવિંદજીએ પોપટભાઈને કહ્યું કે તે બહારના રાજ્યમાંથી ગુજરાત આવેલા છે અને તેનું પરિવાર બહારના રાજ્યમાં રહે છે.તેમની પાસે જમવાના કે ઘરે જવાના પૈસા ન હોવાને લીધે તે પગપાળા જ પોતાના વતન જઈ રહ્યા હતા.આથી પોપટભાઈએ સૌથી પહેલા તેમના વાળ કાપી દીધા અને નવડાવીને સારા કપડાં પહેરાવ્યા હતા અને તેમને કહ્યું હતું કે અમે તમારી બનતી બધી જ મહેનત કરીશું અને તમને તમારા વતન સુધી પહોંચાડવામાં શક્ય એટલી મદદ કરીશું.

Similar Posts