વડોદરામાં યુનાઇટેડ વે ગ્રાઉન્ડમાં ગરબા રમતા ખેલૈયાઓએ મચાવ્યો આ કારણે હોબાળો….જુઓ વિડીયો
નવરાત્રીના પવિત્ર અવસર પર માં અંબેના નવ રૂપની આરાધના કરવામાં આવે છે.તેથી આ તહેવાર નવ દિવસ સુધી મનાવવામાં આવે છે.વેદ પુરાણમાં અંબે માંને શક્તિનું રૂપ માનવામાં આવેલું છે.કોરોના પછી હવે 2 વર્ષ બાદ યુવાઑ મન મુકીને ગરબે ઘૂમે છે અને માતાજીની આરાધના કરતા હોય છે.
વડોદરામાં યુનાઇટેડ વે ગ્રાઉન્ડમાં સતત બીજા દિવસે ગ્રાઉંડમાં પથ્થર વાગવાને કારણે ગરબા રમતા ખેલૈયાઓએ હોબાળો મચાવી દીધો હતો અને રિફંડ માગવા લાગ્યા હતા ત્યારે અતુલ પુરોહીતએ લોકોને શાંત પાડવા વિનંતી કરી હતી.આ વખતે શહેરના અટલાદરના એમ.એમ પટેલ ફાર્મ ખાતે વડોદરાના સૌથી મોટા યુનાઈટેડ વેના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.અહીં અતુલ પુરોહિત અને તેમના ગ્રુપ દ્વારા ગરબા ગાવામાં આવી રહ્યા છે.
ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે જ યુનાઈટેડ વેના ગરબા મેદાનમાં ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો.ગરબાના પાસ માટે ઊંચા ભાવ લઈને પણ આયોજનમાં અભાવ હોવાના કારણે ખૈલયાઓએ હલ્લાબોલ કર્યું હતું. બીજા નોરતે ખૈલયા એટલી હદે રોષે ભરાય ગયા હતા કે ગાયક પર પથ્થર ફેક્યા હતા.મામલો બીચકતા પોલીસે માહોલ શાંત કરાવ્યો હતો.
ઉપરાંત અધવચ્ચેથી જ ગરબા બંધ કરવા પડ્યા હતા.અતુલ પુરોહિતને જાતે સ્ટેજ પરથી જાહેરાત કરવી પડી હતી કે પહેલીવાર એવું થયું કે મારા છોકરાએ મને પથ્થર માર્યો અને એ માથામાં વાગ્યો.હું તમને નિરાશ નહીં કરું.કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં શરૂ કરું.બીજી તરફ માંજલપુર પીઆઇ સ્ટેજ પર દોડી આવીને ખેલૈયાઓને તેમની રજૂઆત લેખિતમાં આપવા જણાવ્યું હતું.
તમને જણાવીએ કે યુનાઈટેડ-વે ગરબાના પાસધારક દ્વારા પાસ માટેની મોટી રકમ લીધા બાદ યોગ્ય સુવિધા ન આપતાં ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરાતાં અદાલતે આયોજકો વિરુદ્ધ નોટિસ કાઢી હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે.