વડોદરામાં ગરબા રમવા જવા માટે ઘરેથી નિકળેલો આ દીકરો હવે કયારેય ઘરે પરત નહિ આવી શકે, બન્યું એવું કે…
નવરાત્રીમાં ખેલૈયાઓ બે વર્ષ પછી મન મૂકીને ગરબા રમી રહયા છે. એવામાં અમુક એવી ઘટનાઓ પણ સામે આવી છે કે જેને ચકચાર મચાવી દીધી છે. કાળજું કંપાવી દે તેવી ઘટના હાલ વડોદરાથી સામે આવી છે. જ્યાં ગરબા રમવા માટે નીકળેલો યુવક ઘરે પાછો ના ફળતા જે સામે આવ્યું.
એ ખુબજ ચોંકાવનારું હતું. દક્ષ પટેલ વડોદરાના માંજલપુરનો રહેવાસી છે.દક્ષ હાલ MS યુનિવરસિટીમાં અભ્યાસ કરે છે. તે ગત રાતે ૧૧ વાગે પોતાનું એક્ટિવા લઈને ગરબા રમવા માટે નીકળયો હતો પણ સવાર પડી તો પણ તે ઘરે ના આવતા આખો પરિવાર ચિંતામાં ડૂબી ગયો હતો.
પરિવારે દીકરાની ખુબજ તપાસ કરી પણ દીકરાની કોઈ જાણકારીના મળતા આખરે પરિવારે દીકરાના ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ પછી પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ.
અને CCTV ચેક કરતા તેમાં દક્ષ દેખાતા એ દિશામાં તાપસ કરતા સયાજીગંજ વિસ્તારના અલંકાર ટાવરમાંથી તેનું એક્ટિવા મળી આવ્યું હતું અને ત્યાં તપાસ કરતા તેના બેઝમેન્ટ માંથી દક્ષનો મૃતદેહ મળી આવતા આખા પરિવારમાં દીકરાના મૃત્યુનો શોક છવાઈ ગયો હતો.
પરિવારે વિચાર્યું પણ નહતું કે દીકરાની આવી રીતે હત્યા થઇ જશે. ગરબા રમવાનું કહીને ઘરેથી નીકળેલો દીકરો હવે કયારેય ઘરે પરત નહિ આવે. માતા પિતા દીકરાના મૃતદેહને જોઈને જ પોક મૂકીને રડી પડ્યાં હતાં. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આગળ હાથ ધરી છે. કે ક્યાં કારણોસર દક્ષની હત્યા કરવામાં આવી.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.