વડોદરાની વર્લ્ડ ફેમસ નવરાત્રિમાં આ વર્ષે અનેક પ્રશ્નો આવ્યા સામે,ગરબામાં દમ મારો દમ જોવા મળ્યું,યુવતીએ ધુમાડા ઉડાવીને સિગરેટ પીધી…. – GujjuKhabri

વડોદરાની વર્લ્ડ ફેમસ નવરાત્રિમાં આ વર્ષે અનેક પ્રશ્નો આવ્યા સામે,ગરબામાં દમ મારો દમ જોવા મળ્યું,યુવતીએ ધુમાડા ઉડાવીને સિગરેટ પીધી….

નવરાત્રીના તહેવારને લઈને ખેલૈયાઓમાં અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.આ વર્ષે બરોબરનો રંગ જામ્યો હતો કારણકે કોરોના રોગચાળાને લઈને ક્યા પણ આવા મોટા આયોજન થયા ન હતા.હવે વડોદરા શહેરના જાણીતા યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં ચાલુ રાસ ગરબાએ ગરબામાં રમતા રમતા ઇ -સિગારેટના ધુમાડા કાઢતી યુવતીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આવામાં સંસ્કારી નગરીને લજવતો કિસ્સો સામે આવતા લોકોએ યુવતી પર ફિટકાર વરસાવી રહ્યાં છે.માતાજીની ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડાયેલા નવરાત્રી પર્વ દરમિયાન આ પ્રકારની હરકતથી લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે.આ મામલે જાગૃત એડવોકેટે યુવતીને પાઠ ભણાવવા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે.

સમગ્ર બાબત જણાવીએ તો નવરાત્રિના ગરબામાં ગરબે ઘૂમતી યુવતીએ પ્રતિબંધિત ઈ-સિગારેટ પીધી હતી.ચાલુ ગરબામાં યુવતીએ ઈ-સિગારેટના ધુમાડા કાઢીને ગરબા કર્યા હતા.ત્યારે અન્ય ખેલૈયાઓએ યુવતીનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.સોશિયલ મીડિયા પર આ વીડિયો મૂકનારે જણાવ્યું હતું કે આ છોકરી વડોદરાની જ છે.અમે તેનું નામ જાહેર કરવા માગતા નથી.

આવી પ્રવૃત્તિ ગરબા ગ્રાઉન્ડમાં ચલાવી ન લેવાય.એનો વિરોધ કરી આ વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે.આ બનાવ અંગે શહેરના એડવોકેટ ભાવિન વ્યાસે વડોદરાના પોલીસ કમિશ્નરને રજૂઆત પણ કરી હતી.તેમણે ફરિયાદમાં કહ્યુ હતું કે 24 વર્ષની મહેક પંડ્યા નામની યુવતીએ ગરબા રમતા સમયે ઈ-સિગારેટ પીધી હતી.તેથી તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવે.સાથે જ તેણે હિન્દુઓની ધાર્મિક લાગણી પણ દુભાવી છે.