વડોદરાની ત્રણ વર્ષની આ દીકરી ઘરના આંગણામાં રમતા રમતા ટાંકીમાં પડી ગઈ અને પછી જે થયું તેનાથી આખા વિસ્તારમાં ચકચાર મચી ગયો. – GujjuKhabri

વડોદરાની ત્રણ વર્ષની આ દીકરી ઘરના આંગણામાં રમતા રમતા ટાંકીમાં પડી ગઈ અને પછી જે થયું તેનાથી આખા વિસ્તારમાં ચકચાર મચી ગયો.

હાલમાં ઘણા એવા બનાવો બનતા હોય છે તે જાણીને લોકો દુઃખી થઇ જતા હોય છે, ઘણા બનાવો માતાપિતા માટે લાલબત્તી સમાન પણ બનતા હોય છે, હાલમાં એક તેવો જ વડોદરા જિલ્લાના પાદરામાંથી સામે આવ્યો હતો, આ બનાવની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ત્રણ વર્ષની એક બાળકી પાણીની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ડૂબી જતા તેનું મૃત્યુ થઇ ગયું હતું.

આ ઘટનાની જાણ પાદરાની પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ અને બધી તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી હતી, આ ઘટનાની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે પાદરામાં આવેલા ગાયત્રી મંદિર પાસે આવેલી કરિશ્મા સોસાયટીમાં ત્રણ વર્ષની એક દીકરી રહેતી હતી, આ દીકરીનું નામ હેતાંશી રવિકુમાર સોલંકી હતું.

હેતાંશી રમતા રમતા ઘરની અંદરના ભાગમાં આવેલા અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકામાં પડી જવાથી હેતાંશી નું મૃત્યુ થઇ ગયું હતું, આ ઘટના બન્યા બાદ આખા પરિવારમાં જાણે શોકના વાદળો છવાઈ ગયા હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું, જે સમયે હેતાંશી રમતા રમતા પાણીના ટાંકામાં પડી ગઈ તેની જાણ પરિવારના લોકોને થઇ તો તરત જ પરિવારના લોકોએ હેતાંશીને બહાર કાઢી હતી.

ત્યારબાદ તરત જ હેતાંશીનું મૃત્યુ થઇ ગયું હતું, આ ઘટના બન્યા બાદ ત્યાંના આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતા અને આ ઘટના બનતા આખો પરિવાર ખુબ જ દુઃખી થઇ ગયો હતો, તેથી જે પરિવારમાં નાના બાળકો હોય તે ઘરમાં અન્ડરગ્રાઉન્ડ ટાંકીનું ઢાંકણું ખુલ્લુ રાખવુ જોઈએ નહીં, આથી આ ઘટના બન્યા બાદ આખા ગામમાં ચકચાર મચી ગયો હતો.