વડોદરાની આ દીકરી વેકેશનની રજાઓ માણવા માટે રાજકોટમાં તેના માસીના ઘરે આવી હતી અને અચાનક જ રમતા રમતા પડી જવાથી મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં હાહાકાર મચી ગયો.
રોજબરોજ અવનવા બનાવો બનતા જોવા મળતા હોય છે, ઘણા બનાવો તો એવા બનતા હોય છે કે તે જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો હતો, હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે તેથી વડોદરાની એક વિધાર્થીની રાજકોટમાં માસીના ઘરે રજાઓમાં રહેવા માટે આવી હતી.
આ વિધાર્થીની નવમા ધોરણમાં અભ્યાસ કરતી હતી, આ વિદ્યાર્થિની અચાનક જ સાતમા માળેથી નીચે પડી ગઈ તો અકસ્માત સર્જાઈ ગયું હતું, આ વિધાર્થીની સાતમા માળેથી નીચે પડી એટલે તે ગંભીર રીતે ઘાયલ થઇ હતી એટલે તેને સારવાર માટે તરત જ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, ત્યાં સારવાર દરમિયાન જ આ વિધાર્થીનું મૃત્યુ થઇ ગયું.
આ વિધાર્થીના મૃત્યુ બાદ આખા પરિવારમાં અરેરાટી સર્જાઈ ગઈ હતી અને દરેક લોકો દીકરીના મૃતદેહને જોઈને ભીની આંખે રડી રહ્યા હતા, આ બનાવ વિષે વધુ માહિતી મળતા જાણવા મળ્યું કે વડોદરામાં રહેતી આ દીકરી ઉનાળુ વેકેશન હોવાથી હાલમાં રાજકોટમાં રૈયાધાર શાંતિનગરમાં રહેતા માસી અંજલીબેનના ઘરે રહેવા માટે આવી હતી.
આ દીકરીનું નામ ધ્વનિ મકવાણા હતું, ધ્વનિનું બપોરના સમયે ત્રણ વાગ્યાની આજુબાજુ સાતમા માળેથી નીચે પડી તો અકસ્માત સર્જાઈ ગયું, આ અકસ્માત થતા ધ્વનિને ગંભીર ઈજાઓ પહોંચી તો તાત્કાલિક જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પણ ત્યાં સારવાર દરમિયાન જ ધ્વનિનું મૃત્યુ થઇ ગયું હતું.
આ ઘટનાની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસ સિવિલ હોસ્પિટલમાં દોડીને આવી અને બધી તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી, પોલીસે પરિવારના લોકોને પૂછપરછ કરી તો
જાણવા મળ્યું કે ધ્વનિ તેના માતાપિતાની એકના એક દીકરી હતી, ધ્વનિ નવમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી અને આજે પરિવારની એકના એક દીકરીનું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો.