વડોદરાના ૫૧ વર્ષના વ્યક્તિનું બીમારીને લીધે બ્રેઈનડેડ થઇ જતા તેમની બે દીકરીઓએ પિતાના લીવર, કિડની અને કોર્નિયાનું દાન કરી બીજા ત્રણ લોકોને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી…
આજે બધા જ લોકો તેમના જીવનમાં નાના મોટા દાન કરતા હોય જ હોય છે અને આ દાન કરીને બીજા લોકોની મદદ પણ કરતા હોય છે. આજે જો કોઈ દાનને સર્વશ્રેષ્ઠ દાન ગણવામાં આવે તો તે અંગદાન છે અને તે દાનના પણ કિસ્સા આજે વધી રહ્યા છે.લોકો દાન કરીને બીજા લોકોને નવું જીવનદાન આપીને સમાજમાં એક માનવતાનું ઉદાહરણ પણ બેસાડતા હોય છે.આ કિસ્સો વડોદરાનો છે અને અહીંયા એક ખાનગી કંપનીમાં નોકરી કરતા ૫૧ વર્ષના પ્રજ્ઞેશભાઈ જેઓને મગજમાં એક ગાંઠ હતી અને તેની ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ તેમને ત્યાં હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા અને ત્યાં અચાનક તેમની પછી બગડતા તેમને ફરી વખતે ઓપરેશન કરવું પડ્યું હતું. જેમાં પહેલું ઓપરેશન ૧ જૂને કરવામાં આવ્યું હતું.
જયારે તેઓની તબિયત વધારે બગડી અને પછી તેમને ૯ જૂને વડોદરાની આદિક્યુરા હોસ્પિટલના ડોક્ટરોએ બ્રેઇનડેન જાહેર કર્યા હતા. આ ઘટના બન્યા પછી પ્રજ્ઞેશભાઈના પત્ની નિતાબેન અને તેમની બે દીકરીઓ ચાર્મી અને મૈત્રીએ તેમના પિતાના અંગોનું દાન કરવાનું નક્કી ર્ક્યું હતું.
તો પ્રજ્ઞેશભાઈના બે કિડની, લીવર અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું હતું.પ્રજ્ઞેશભાઈના અંગોનું દાન કરીને ગ્રીન કોરિડોર કરીને અમદાવાદની ઝાયડસ અને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા અને ત્યાં જરૂરિયાતમંદ લોકોમાં ટ્રાન્સપ્લાંટ કરીને તેમને નવું જીવનદાન આપવામાં આવ્યું. આમ ભટ્ટ પરિવારે અંગોનું દાન કરીને બીજા ત્રણ લોકોને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી.