વડોદરાના યુવક્ની દર્દભરી કહાની, આખરે પોતાની જાતને સ્વીકારી યુવક યુવતી બની ગયો અને મેળવી એવી સફળતા કે આજે આખા પરિવારને તેની પર ગર્વ છે.
આપણા સમાજમાં હજુ પણ કિન્નરોને મોટા ભાગે દિલથી નથી સ્વીકારવામાં આવતા અને તેમની સાથે લોકો ભેદભાવ જેવું વર્તન કરતા હોય છે. જયારે પરિવારને ખબર પડે કે તેમનો દીકરો કિન્નર છે તે દિવસથી ભેદભાવ શરૂ કરી દે છે અને સમાજના લોકો તો જાત જાતની વાતો શરૂ કરી દે છે.વડોદરાનો હેમસાગરનો જન્મ પણ એક છોકરાના સ્વરૂપમાં થયો હતો.પણ તે અંદરથી પોતે છોકરી હોય તેવું મહેસુર કરતો હતો અને તેના છોકરીઓના હવે ભાવના લીધે બાળપણમાં લોકો તેને ખુબજ ખિજાવતાં હતા અને તેની સાથે ખુબજ ખરાબ વર્તન કરતા હતા.
હેમસાગરને સમજાતું નહતું કે લોકો તેની સાથે આવું કેમ કરે છે. તેને ખુબજ ખરાબ લાગતું હતું. બાળપણમાં તે નાનો હતી ત્યારે પાડોશમાં રહેતા એક યુવકે તેમનું શોષણ કર્યું હતું.કોલેજમાં પણ લોકો તેને ખુબજ અલગ અલગ શબ્દો કહીને ખીજવતા હતા.
આખરે લોકોને આવી વાતો સાંભળીને તે ખુબજ કંટાળી ગયા હતા અને નિરાશામાં પોતાનું જીવન જીવવા લાગ્યા હતાં. તો આખરે તેમેં લોકોની ચિંતા કર્યા વિના પોતાની જાતને સ્વીકારવાનું નક્કી કર્યું અને આખરે તેમને કિન્નર તરીકે પોતાની જાતને સ્વીકારી.
તે હેમસાગર માયા બની ગયો અને કથકમાં ગેજ્યુએશન કરીને પોતાની કલાથી આખા રાજ્યમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી હતી. આજે તે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલી છે અને પોતાના જેવા લોકોની મદદ કરે છે. આજે તેમની સફળતાએ સાબિત કરી દીધું કે તમે કેવા છો એનાથી કોઈ ફર્ક નથી પડતો પણ તમારું કામ કેવું છે તેનાથી ફરક પડે છે.