વડોદરાના યુવકે 24 લાખ રૂપિયાની ખરીદેલ ગાડી,ફક્ત 2 જ દિવસમાં બગડી ગઈ,યુવકે 2 ગધેડા લાવીને બાંધ્યા ગાડી સાથે,તો શોરૂમના…… – GujjuKhabri

વડોદરાના યુવકે 24 લાખ રૂપિયાની ખરીદેલ ગાડી,ફક્ત 2 જ દિવસમાં બગડી ગઈ,યુવકે 2 ગધેડા લાવીને બાંધ્યા ગાડી સાથે,તો શોરૂમના……

દરેક લોકોનું સપનું હોય છે કે તે જયારે જીવનમાં સેટ થઇ જશે ત્યારે પોતાની સપનાની કાર ખરીદશે. વડોદરાના જગદીધ ભાઈનું પણ આવું જ કઈ સપનું હતું. તેમને ૯ સપ્ટેમ્બરના દિવસે પોતાની મન પસંદ કાર ખરીદી હતી.

જગદીશ ભાઈએ ૨૪ લાખ રૂપિયા આપીને પોતાના સપનાની કાર ખરીદી હતી. તે એ દિવસે ખુબજ ખુશ હતા અને તે પોતાની કાર ઘરે લઈને ગયા.ત્યાં પરિવારના લોકોએ કારના વધામણાં કર્યા હતા પણ થોડી વાર પછી કારનો ફરી આંટો લેતા જગદીશ ભાઈને ખબર પડી કે તેમની કારમાં કઈ ખરાબી છે.

તો તે શો રૂમમાં ગયા હતા અને ત્યાં જઈને પોતાની કાર ખરાબ હોવાની ફરિયાદ કરી પણ કાર શો રૂમના કર્મચારીઓએ તેમને સંતોષ કારક જવાબ નહતો આપ્યો. જેનાથી તે ખુબજ નિરાશ થઇ ગયા હતા.

સરખો જવાબના મળતા તેમને ઢોલ નગારા સાથે પોતાની ૨૪ લાખની ગાડી પર બેનર લગાવીને તેને ગધેડા વડે ખેંચાવી હતી. આ જોવા માટે લોકોના ટોળે ટોળા વળી ગયા હતા. જેવી આ વાતની જાણકારી કાર શો રૂમના કર્મચારીઓને થઇ તો તે તરત જ ત્યાં દોડતા થઇ ગયા હતા અને જગદીશ ભાઈ સાથે સમાધાન કરવાની કોશિશ કરવા લાગ્યા હતા.

કોઈપણ વ્યક્તિ પોતાની દિવસ રાતની મહેનત પછી સપનાની કાર ખરીદતા હોય છે અને લાખો રૂપિયાની કાર ખરીદ્યા પછી આવું થતા ગમે તેવો વ્યકતિ ગુસ્સે થઇ શકે છે. કારના શોરૂમ માલિકોએ તેમને કહ્યું હતું કે તમે જે કરવું હોય તે કરો આવું સાંભળતા તેમને આ પગલું ઉઠાવ્યું હતું અને આખરે આવું અનોખું પ્રદર્શન કરતા શો રૂમના માલિકોએ કારના પૈસા પાછા આપવા માટે સંમતિ બતાવી હતી.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.