વડોદરાના મિત્રો જન્મદિવસની ઉજવણી કરીને ઘરે પરત આવી રહ્યા હતા અને અચાનક જ રસ્તામાં થયું એવું કે જન્મદિવસની બધી જ ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ.

રોજબરોજ ઘણા માર્ગ અકસ્માતના બનાવો બનતા હોય છે, ઘણા માર્ગ અકસ્માતમાં ઘણા લોકોના મૃત્યુ પણ થઇ જતા હોય છે, હાલમાં એક તેવો જ માર્ગ અકસ્માતનો બનાવ વડોદરાના વાઘોડિયા તાલુકાના જરોદ-હાલોલ રોડ ઉપરથી સામે આવ્યો હતો, આ માર્ગ અકસ્માતમાં બપોરના સમયે હાલોલથી વડોદરા તરફ આવતી કારનું અચાનક જ ટાયર ફાટ્યું તો અકસ્માત સર્જાઈ ગયું હતું.

આ અકસ્માતમાં કાર અને ટેમ્પોની વચ્ચે ટક્કર થઇ જવાથી ઘટનાસ્થળે જ અકસ્માત સર્જાઈ ગયો હતો, આ અકસ્માતમાં કારમાં સવાર છ મિત્રોમાંથી એક મહિલા સહિત બે મિત્રોના ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઇ ગયા હતા અને બીજા ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી એટલે તેમને સારવાર માટે તાત્કાલિક જ વડોદરા સયાજી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ બનાવની વધુ જાણકારી મળતા જાણવા મળ્યું હતું કે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ અને હાલોલ રોડ ઉપર ખંડીવાળા પાસે આ મિત્રોનું કાર અકસ્માત સર્જાઈ ગયું હતું, આ મિત્રો પાવાગઢમાં બર્થ ડે મનાવીને વડોદરા પરત આવી રહ્યા હતા અને અચાનક જ ટક્કર થઇ જવાથી જન્મદિવસની બધી જ ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી.

આ માર્ગ અકસ્માતમાં વાઘોડિયા તાલુકાના જરોદ-હાલોલ રોડ ઉપર હાલોલ તરફથી આવી રહેલી કારનું અચાનક જ ટાયર ફાટતા ગંભીર અકસ્માત સર્જાઈ ગયો હતો, આ અકસ્માતમાં વડોદરા તરસાલીના વતની અને કાર ચાલક યોગેન્દ્રસિંહ શેખાવત અને કરીશ્માબેન ઠાકોરનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઇ ગયું હતું અને ચાર લોકોને આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ માર્ગ અકસ્માતની જાણ ત્યાંના સ્થાનિક લોકોને થઇ તો તરત જ તે લોકો ઘટનાસ્થળે દોડીને આવી ગયા અને અકસ્માતમાં ગંભીર ઇજા થયેલ લોકોને તરત જ સારવાર માટે ત્યાંના સ્થાનિક લોકોએ ૧૦૮ ની મદદથી વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા, આ અકસ્માતની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ અને બધી તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *