વડોદરાના બે પરિવારો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થઇ રહ્યો હતો તો ત્રીજો યુવક ઝઘડો રોકવા માટે વચ્ચે પડ્યો તો યુવક જ દુનિયાને અલવિદા કહી ગયો. – GujjuKhabri

વડોદરાના બે પરિવારો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થઇ રહ્યો હતો તો ત્રીજો યુવક ઝઘડો રોકવા માટે વચ્ચે પડ્યો તો યુવક જ દુનિયાને અલવિદા કહી ગયો.

દરરોજ અવનવા ઘણા બનાવો બનતા જોવા મળતા હોય છે, ઘણા તો એવા બનાવો બનતા હોય છે કે તે જાણીને દરેક લોકો ચોકી ઉઠતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો વડોદરા શહેરના શેરખી ગામમાંથી સામે આવ્યો હતો, આ ગામમાં જૂની અદાવત નજીકથી એક યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો હતો, ત્યારબાદ પોલીસે આ ઘટનાની તપાસ કરીને આગળની વધુ કાર્યવાહી કરવાની શરૂ કરી.

પોલીસે આ ઘટનાની તપાસ કરીને જણાવ્યું હતું કે સાત મહિના પહેલાં યુવતીને ફોન નંબર લખેલી ચિઠ્ઠી આપવા બાબતે ઝઘડો થયો તો યુવાનની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું હતું. આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે શેરખી બાલવાડી પાસે રહેતા સંજય પ્રભાતભાઈ પરમારએ જણાવ્યું હતું કે ૨૭ મે ના રોજ સંજયભાઈ જમીને રાતે દસ વાગ્યાની આજુબાજુ ચાલવા માટે નીકળ્યા હતા.

તે સમય દરમિયાન તેમનો કૌટુંબીક ભત્રીજો અજય જેંતીભાઈ પરમાર અને ગામનો એક છોકરો એમ બંને જણા ક્રિકેટ રમતા હતા. ત્યાંથી પસાર થયા બાદ પંદર મિનિટ પછી ક્રિકેટ રમતા અજયભાઈનો તેના પર ફોન આવ્યો અને કહ્યું કે તેના કાકાની દીકરી અંગે કંઈક બોલાચાલી થઇ છે. તો તરત જ સંજય ત્યાં પહોંચી ગયો તો ત્યાં તેમનો ભત્રીજો અજય, હંસરાજ તેમજ કુલદીપ પરમાર પણ સ્થળ પર હાજર હતા.

અજય અને હંસરાજએ કુલદીપને કહ્યું કે મેં તારી બહેનને મારા મોબાઈલ નંબરની ચિઠ્ઠી દિવાળી પહેલાં આપી હતી તે ચિઠ્ઠી તેને સળગાવી નાખી છે એટલે હાલમાં મારે તેની સાથે કોઈ સંબંધ નથી તો આ વાત પુરી કરો, તે સમય દરમિયાન હંસરાજ, કુલદીપ, દેવેન્દ્ર પરમારને સંજયભાઈ સાથે ઝઘડો થઇ રહ્યો હતો તો ઝઘડો શાંત કરવા માટે સંજયભાઈના ફોઈનો દીકરો કાંતિભાઈ આવી પહોંચ્યા.

તો કાંતીભાઈને ગંભીર ઈજાઓ પહોંચી તો તાત્કાલિક જ સારવાર માટે એસએસજીમાં દાખલ કરવામાં આવ્યા તો ડોક્ટરએ તેમને સારવાર દરમિયાન મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ સંજય પરમારે આ ઘટનાની જાણ પોલીસને કરી તો પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી.