વડોદરાના કૈલાશ બેનના ઘરે સ્થાપિત માં દશામાંની મૂર્તિ માંથી આપ મેળે ઘી વહેવા લાગ્યું, માતાજીનો આ સાક્ષાત પરચો જોવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું… – GujjuKhabri

વડોદરાના કૈલાશ બેનના ઘરે સ્થાપિત માં દશામાંની મૂર્તિ માંથી આપ મેળે ઘી વહેવા લાગ્યું, માતાજીનો આ સાક્ષાત પરચો જોવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું…

અત્યારે આખા ગુજરાતમાં માં દશામાંના પવિત્ર વ્રત ચાલી રહ્યા છે માટે આખા રાજ્યમાં ખુબજ ભકતીમય વાતાવરણ પ્રસરી ગયું છે. ત્યારે અમુક એવી પણ જગ્યાઓ છે કે જ્યાં માં દશામાંએ પોતાનો સાક્ષાત પરચો આપીને પોતાની હાજરી હોવાનું પ્રમાણ આપ્યું છે.

વડોદરાના વાઘોડિયામાં રહેતા કૈલાસ બેનના ઘરે માતાજીનો સાક્ષાત પરચો થયો છે.કૈલાસ બેનના ઘરે છેલ્લા ૧ વર્ષથી અહીં માં દશામાંની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. કૈલાસ બેન છેલ્લા ૨૧ વર્ષથી પોતાના ઘરે દશામાંની સ્થાપના કરે છે.

કૈલાસ બેનના ઘરે આ વર્ષે ખુબજ માં દશામાંનો સાક્ષાત પરચો થયો છે. માં દશામાંની મૂર્તિ માંથી આ વર્ષે ઘી નીકળે છે. તે માતાજીનો સાક્ષાત પરચો હોવાનું માનવામાં આવે છે.લોકો દૂર દૂરથી તેમાં ઘરે માં દશામાંના દર્શન કરવા માટે આવે છે.

ભક્તો માં દશામાંના આ પરચાને જોઈને ખુબજ ભાવ વિભોળ બની જાય છે. દશામાંના વાહન સાંઢળીના મુખ માંથી ઘી નીકળી રહ્યું છે. જે જોઈને બધા જ લોકો આષ્ચર્યમાં આવી જાય છે. ઘી નો આવો અવિરત પ્રવાહ જોઈને બધા જ લોકો આષ્ચર્યમાં આવી જાય છે.

હાલ દશામાંનું વ્રત ચાલી રહ્યું હોવાથી ભકતો દૂર દૂરથી તેમના દર્શન કરવા માટે આવે છે. અહીં દર્શન માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થાય છે. લોકો અહીં આવીને પોતાની માનતા પણ માને છે અને તેમની બધી જ માનતાઓ માં દશામાં પૂર્ણ કરે છે. ખરેખર આ ચમત્કાર જોઈને બધા જ ભક્તો ભાવ વિભોળ બની ગયા છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.