વડોદરાના આ રિક્ષાચાલકે બીમાર લોકોને સમયસર હોસ્પિટલ પહોંચાડવા માટે પોતાની કારને જ એમ્બ્યુલન્સમાં ફેરવીને અનેક લોકોના જીવ બચાવ્યા.
આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે તેમનું આખું જીવન સેવા પાછળ જ વિતાવી દેતા હોય છે, આજે આપણે એક તેવા જ કિસ્સા વિષે વાત કરીશું, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે વડોદરાના અક્ષરચોક વિસ્તારમાં અતુલભાઇ ઠક્કર રહેતા હતા, અતુલભાઇ છેલ્લાં અગિયાર વર્ષથી ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ ચલાવતા હતા.
હાલમાં અતુલભાઇએ ફ્રી કાર એમ્બ્યુલન્સની સેવા શરૂ કરી હતી, અતુલભાઇએ આ સેવા રાત્રે ૧૧ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી દર્દીઓને હોસ્પિટલ લઇ જવા માટે ફ્રીમાં સેવા શરૂ કરી હતી, અતુલભાઇએ આ કાર એમ્બ્યુલન્સમાં અત્યાર સુધીમાં ૫૦૦ કરતા પણ વધારે દર્દીઓને ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ સેવાનો લાભ લીધો હતો.
અતુલભાઇએ અનેક લોકોને સમયસર હોસ્પિટલમાં પહોંચાડીને અનેક લોકોના જીવ બચાવીને તે લોકોને નવું જીવનદાન આપ્યું હતું, અતુલભાઇ ઠક્કર હાલમાં વડોદરા શહેરના અક્ષરચોક વિસ્તારની અક્ષર રેસિડેન્સીમાં રહેતા હતા અને આજથી અગિયાર વર્ષ પહેલા તેઓ વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા હતા. અતુલભાઇની પત્નીની તબિયત અચાનક જ બગડી.
તો તે સમયે અતુલભાઇની રિક્ષામાં પણ પંચર પડ્યું અને ૧૦૮ એમ્બ્યુલન્સ પણ સમસયર પહોંચી શકી ન હતી તેથી તેમની પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવા માટે અતુલભાઇ રિક્ષાની શોધમાં એક કિલોમીટર સુધી દોડ્યા ત્યારે તેમને એક રિક્ષા મળી તો રિક્ષામાં બેસાડીને તેમની પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા.
તેથી અતુલભાઇએ જણાવતા કહ્યું હતું કે ૧૧ વર્ષ પહેલાં મારી પત્નીને સમયસર સારવાર મળી ન હતી તો પણ ભગવાને તેમના જીવને બચાવી લીધો હતો, ત્યારબાદ અતુલભાઇના મનમાં એક વિચાર આવ્યો અને જરૂરિયાતમંદ લોકો માટે ફ્રી ઓટોરિક્ષા એમ્બ્યુલન્સ શરૂ કરવાનું નક્કી કર્યું અને મારા પરિવારના લોકોએ પણ આ સેવાના કામ કરવા માટે સાથ અને સહકાર આપ્યો હતો.