વડોદરાના આ માતા પિતાનું રડાવી દે તેવું દુઃખ,માતાએ રડતા રડતા કહ્યું દીકરી તો દુનિયા છોડીને ચાલી ગઈ પણ મારા દીકરાને બચાવી લો…. – GujjuKhabri

વડોદરાના આ માતા પિતાનું રડાવી દે તેવું દુઃખ,માતાએ રડતા રડતા કહ્યું દીકરી તો દુનિયા છોડીને ચાલી ગઈ પણ મારા દીકરાને બચાવી લો….

માતા પિતા માટે તેમના બાળકો સૌથી મહત્વના હોય છે. માતા પિતા પોતાના બાળકો વગર એક દિવસ પણ નથી રહી શકતા. જો બાળકો પર તકલીફ આવી પડે તો માતા પિતાની ઊંઘ ઉડી જાય છે. વડોદરાના આ પરિવાર સાથે પણ થયું એવું કે બાળકના જન્મની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ.

આજથી ૬ વર્ષ પહેલા અમદાવાદના રેશ્મા પટેલના લગ્ન વડોદરાના સાહિલ સાથે થયા હતા.લગ્નના ૬ વર્ષ પછી રેશ્મા બેન ગર્ભવતી થતા આખા પરિવારમાં ખુશીઓ ફેલાઈ ગઈ હતી. રેશ્મા બેનને હંમેશા જોડિયા બાળકો જોઈતા હતા.

પણ ડોકટરોએ કહ્યું કે તેમને ત્રણ બાળકો થશે તો તેની ખુશીનો પાર ના રહ્યો અને તે ખુબજ ખુશ થઇ ગયા. બાળકોને કઈ રીતે મોટા કરીશું તેના સપના પણ જોઈ લીધા. તેમને જયારે સંતાનમાં બે દીકરા અને એક દીકરીનો જન્મ થતા.

પરિવારમાં ખુશીઓ વ્યાપી ગઈ હતી. પણ તેમનું ખુશી થોડા જ સમયમાં ચિંતામાં ફેરવાઈ ગઈ. તેમના ત્રણ બાળકો માંથી બે બાળકોને SMA 1 નામની બીમારી થતા પરિવાર ચિંતામાં આવી ગયો. બાળકોની સારવાર માટે તેમને ૩૨ કરોડ રૂપિયાની જરૂર હતી પણ આટલા પૈસા ક્યાંથી લાવવા. માતા પિતાએ લોકો પાસે મદદ માંગી.

પણ પૈસા ભેગા થયા તેની પહેલા જ દીકરીએ આંખો મીંચી દેતા આખા પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. હજુ દીકરા આ બીમારી સામે જજુમી રહ્યો છે. માતા પિતા આજે લોકો પાસે રડી રડીને મદદ માંગી રહયા છે કે કે મારી દીકરી તો ન બચી પણ મારા દીકરાને બાચવી લો. ફૂલ નહિ તો ફૂલની પાંખડી સમાન મદદ કરી દીકરાનો જીવ બચાવી શકાય છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.