લો બોલો,રાજકોટમાં કાકી પોતાના જ ભત્રીજાને લઈને ભાગી ગઈ,પોલીસની થઈ દોડપકડ શરૂ….. – GujjuKhabri

લો બોલો,રાજકોટમાં કાકી પોતાના જ ભત્રીજાને લઈને ભાગી ગઈ,પોલીસની થઈ દોડપકડ શરૂ…..

કહેવાય છે ને પ્રેમ આંધળો હોય છે.પ્રેમ ક્યારે ક્યાં અને કોની સાથે થઇ જાય એ કશું કહેવાય એમ નથી.પ્રેમમાં પ્રેમી પંખીડાઓને તેમના સાથી સિવાય દુનિયામાં બીજું કઈ દેખાતું હોતું નથી.આવામાં રંગીલા રાજકોટમાંથી પ્રેમનો એક ગજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ભાવનગર રોડ પર રહેતા બે સંતાનોની માતાએ તેના 15 વર્ષના સગા ભત્રીજા સાથે પ્રેમ સંબંધ બંધાતા તે ગઈકાલે તેની સાથે ભાગી જતા ચકચાર મચી જવા પામી છે.

આ મામલે સગીરના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાકી સામે અપહરણનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.વિગતવાર જણાવીએ કે રાજકોટના ભાવનગર રોડ પર ચાલતી મીલ ભાષણ સીતારામનગર શેરી નંબર 01માં રહેતા ગીરીશભાઈ નરસિંહભાઈ સંગાવરીયા (ઉ.35)એ થોરાળા પોલીસ સ્ટેશનમાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સામે આવ્યું હતું કે આરોપી તરીકે સીતારામનગર શેરી નંબર 02માં રહેતા નાના ભાઈની પત્ની ચંદ્રિકા મનોજ સાંગવરિયા ભત્રીજાને લઈ ભાગી ગયા હતા.

એક અઠવાડિયા સુધી પરિવારજનોએ કાકી અને ભત્રીજાની શોધખોળ કરી.પણ ક્યાંય તેમનો પત્તો લાગ્યો ન હતો.ઘરે ભત્રીજો અને કાકી ન દેખાતા પરિવારે શોધ કરી હતી.ત્યારે તપાસ કરતા ચંદ્રિકાબેન પોતાનાથી અડધી ઉંમરના 15 વર્ષના ભત્રીજા સાથે પ્રેમ સંબંધ હોય અને તેને પોતાની સાથે ભગાડી ગઈ હોવાનું સામે આવ્યું હતું.તમને જણાવીએ કે કાકી ચંદ્રિકાને બે બાળકો પણ છે.