લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ સલમાન ખાને ભર્યું આ મોટું પગલું,જાણો શા માટે સલમાન ખાને મોટા અધિકારીઓ સાથે કરી મિટિંગ
થોડા જ દિવસો પહેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી.હવે સલમાન ખાને સ્વરક્ષણ માટે આર્મ્સ લાયસન્સ માટે અરજી કરી છે.શુક્રવારે બોલિવૂડ અભિનેતા સલમાન ખાને મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરને દક્ષિણ મુંબઈમાં તેમની ઓફિસમાં મળ્યા હતા.એક અધિકારીએ માહિતી આપી હતી કે અભિનેતા લગભગ 4 વાગ્યે તેમની કારમાં મુંબઈ પોલીસની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા અને પોલીસ કમિશનરને મળ્યા હતા.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સલમાન ખાન અહીં હથિયારના લાયસન્સ માટે અરજી કરવા પહોંચ્યા હતા.ગયા મહિને જ સલમાન ખાન અને તેમના પિતા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો હતો.પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની જેવી હાલત કફોડી કરવામાં આવી હતી તેવી જ ધમકી આપવામાં આવી હતી.આ પત્ર બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.હવે સલમાન ખાને સ્વરક્ષણ માટે હથિયાર એપ્લાઇ કર્યું છે.
ન્યૂઝ એજન્સી ANI એ સલમાન ખાનની મુંબઈ પોલીસ કમિશનરની ઑફિસની મુલાકાત વિશે અપડેટ શેર કર્યું.ANIએ ટ્વીટ કર્યું “સલમાન ખાને તાજેતરમાં એક ધમકી પત્ર મળ્યા બાદ મુંબઈ સીપી ઓફિસમાં સ્વરક્ષણ માટે શસ્ત્ર લાયસન્સ માટે અરજી કરી હતી:મુંબઈ પોલીસ.”
જો કે હજુ સુધી ખુદ સલમાને આ અંગે કંઈ કહ્યું નથી.વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સલમાન ખાન પોલીસ કમિશનરની ઓફિસમાંથી બહાર નીકળતો જોવા મળી રહ્યો છે.થોડા ગુસ્સામાં દેખાતા સલમાન ખાને કોઈની સાથે ફોટો પણ નથી ક્લિક કર્યો અને ન તો કોઈ સવાલનો જવાબ આપ્યો.મીડિયાએ સલમાન ખાન પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે તે પોલીસ કમિશનરને કેમ મળ્યો?પરંતુ સલમાન ખાને તેમને જવાબ ન આપ્યો અને કારમાં બેસી ગયો.
વર્ક ફ્રન્ટ પર સલમાન ખાન હાલમાં અભિનેત્રી પૂજા હેગડે સાથે તેની આગામી ફીચર ફિલ્મ કભી ઈદ કભી દિવાલીના શૂટિંગમાં વ્યસ્ત છે.તે આ ફિલ્મ સાથે બિગ બોસ 13 ફેમ શહેનાઝ ગિલ બોલીવુડમાં ડેબ્યૂ કરશે જે આ વર્ષના અંતમાં ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે.ફિલ્મમાં શહનાઝ ઉપરાંત પલક તિવારી,જસ્સી ગિલ,સિદ્ધાર્થ નિગમ અને રાઘવ જુયાલ મહત્વની ભૂમિકામાં છે.કેકેડીનું નિર્માણ ફરહાદ સામજી દ્વારા કરવામાં આવ્યું છે અને સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે.