લોકો દીપડાને પકડીને કરી રહ્યા હતા મશ્કરી,યુવક પૂછડી પકડીને ખીચતો રહ્યો અને લોકો વિડીયો બનાવતા રહ્યા…
સામાન્ય રીતે લોકો દીપડાને જોઈને ભાગી જાય છે.કારણ કે દીપડો માણસો પર હુમલો કરીને તેમને પોતાનો શિકાર બનાવે છે.પરંતુ શું તમે કોઈ વ્યક્તિને દીપડાની પૂંછડીને જોરથી ખેંચતો જોયો છે?વાસ્તવમાં એક વ્યક્તિ દીપડાને તેની પૂંછડી અને પગ પકડીને ખેંચી રહ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જ્યારે દીપડો માણસની પકડમાંથી પોતાને છોડાવવાનો ભરપૂર પ્રયાસ કરતો જોવા મળે છે.આ વીડિયો ભારતીય વન સેવા અધિકારી પ્રવીણ કાસવાને ટ્વિટર પર શેર કર્યો છે.જો કે અહીં નવાઈની વાત એ છે કે ત્યાં હાજર લોકો ન માત્ર તમાશો જોતા જ રહ્યા.પરંતુ આ દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરતા પણ જોવા મળ્યા.
પ્રવીણ કાસવાનના કહેવા પ્રમાણે આ વીડિયો ક્યા સ્થળનો છે તે જાણી શકાયું નથી.પરંતુ તેમણે આ અમાનવીય કૃત્યની નિંદા કરી છે અને કહ્યું છે કે પ્રાણીઓ સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ.આ સાથે તેમણે કહ્યું કે વન્યજીવો સાથે આ રીતે વ્યવહાર કરવો યોગ્ય નથી.આખરે તે પણ જીવ છે.સાવચેત રહો.
શેર કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધીમાં સેકડો વ્યૂઝ મળ્યા છે.દીપડા સાથેનું આ પ્રકારનું વર્તન જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે નિરાશા વ્યક્ત કરતા પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.એક યુઝરે લખ્યું છે-પ્રાણીઓએ ટી-શર્ટ પહેરવાનું શરૂ કરી દીધું છે.તે જ સમયે ઘણા લોકોએ પ્રાણીઓ સાથે આવો વ્યવહાર ન કરવાની અપીલ કરી છે.
Identify the animal here !! pic.twitter.com/MzAUCYtBOM
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) August 17, 2022