લોકો જે ટ્રાન્સજેન્ડરોને મેણાં ટોણાં મારતા હતા તે જ ટ્રાન્સજેન્ડરોએ આજે સખત મહેનત સાથે MBBS ડોકટર બનીને લોકોની બોલતી બંધ કરી દીધી…. – GujjuKhabri

લોકો જે ટ્રાન્સજેન્ડરોને મેણાં ટોણાં મારતા હતા તે જ ટ્રાન્સજેન્ડરોએ આજે સખત મહેનત સાથે MBBS ડોકટર બનીને લોકોની બોલતી બંધ કરી દીધી….

આપણા સમાજમાં દરેક લોકો કિન્નરો અને ટ્રાન્સજેન્ડરને ખુબ જ અલગ રીતે જોતા હોય છે અને તેમની સાથે ઘણા લોકો ભેદભાવ પણ કરતા હોય છે, ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો પોતાના હક મેળવવા માટે આખું જીવન ઘણી મુશ્કેલીઓ સાથે પસાર કરતા હોય છે પણ જો વ્યક્તિમાં કઈ કરવાની જિજ્ઞાસા હોય તો તેને કોઈ રોકી શકતું નથી.

હાલમાં એક તેવી જ ઘટના કેરળથી સામે આવી હતી, આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે બે ટ્રાન્સજેન્ડરોએ MBBS નો અભ્યાસ કરીને સખત મહેનત સાથે ડોકટરની નોકરી મેળવીને બધા લોકોને ચોંકાવી દીધા હતા, ટ્રાન્સજેન્ડર લોકો પણ પોતાની બુદ્ધિ અને મહેનતથી કોઈપણ મુકામે પહોંચીને મોટી સિદ્ધિ હાંસિલ કરતા હોય છે.

ઋથ જોન પોલ કોયાલા અને પ્રાચી રાઠોડ નામના બે ટ્રાન્સજેન્ડરોનો જન્મ પુરુષના શરીરમાં થયો હતો પણ મનથી તે બંને મહિલા જેવું ફીલ કરતા હતા એટલે તેમને મનથી નક્કી કર્યું કે તેઓ પોતાનું જેન્ડર બદલી નાખશે અને તે પુરુષમાંથી સ્ત્રી બની જશે, તે પછી બંનેએ પોતાના જીવનમાં આગળ વધવા માટે MBBS નો અભ્યાસ શરૂ કર્યો અને MBBS ના અભ્યાસમાં સફળતા મેળવીને બંને ડોકટર બની ગયા હતા.

ડોક્ટર બન્યા પછી પણ ઘણા લોકો તેમની સાથે ભેદભાવ કરવા લાગ્યા અને કોઈપણ તેમને નોકરી આપવા માટે તૈયાર ન હતું, આ બંનેએ ઘણી જગ્યાએ નોકરી માટે વાત કરી પણ બધા લોકો ખુબ જ ભેદભાવ કરતા હતા. ત્યારબાદ આ વાતની જાણ કેરળ સરકારને થઇ તો તરત જ બંનેને સરકારી નોકરી આપી અને આજે બંને સરકારી સિવિલ હોસ્પિટલમાં નોકરી કરી રહ્યા હતા.