લોકડાઉનમાં નોકરી અને ઘર બંને ગુમાવા પડ્યા તો સસરાની ગાડીમાંથી ચાલુ કર્યો ધંધો આજે નોકરી કરતા પણ સારું કમાઈ લે છે આ દંપતી…. – GujjuKhabri

લોકડાઉનમાં નોકરી અને ઘર બંને ગુમાવા પડ્યા તો સસરાની ગાડીમાંથી ચાલુ કર્યો ધંધો આજે નોકરી કરતા પણ સારું કમાઈ લે છે આ દંપતી….

અમુકવાર જીવનમાં એક તકલીફો આવી જતી હોય છે કે જેના વિષે આપણે વિચાર્યું પણ નહિ હોય અને એવા સમયે આપણે એવા કામ કરવા પડે છે કે આપણે એ કામ કરવાનું કદી વિચાર્યું પણ નહિ હોય. દિલ્હીના કરણ સાથે પણ કઈ આવું જ થયું અચાનક તેમની સાથે એવી ઘટના ઘટી કે તે એક જ રાતમાં રોડ પર આવી ગયા.

કરણએ લોકડાઉનમાં પોતાની નોકરી અને ઘર બને ગુમાવી દીધા અને આજ તે પોતાના સસરાની ગાડીમાં દિલ્હીના રોડ પર પોતાની પત્ની સાથે રાજમા ચાવલ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.

ઘણા લોકોએ કોરોના મહામારીમાં પોતાની નોકરી ગુમાવી દીધી અને એક જ સમય એવો હતો કે લોકો સૌથી વધારે પૈસાની જરૂર હતી. કરણ આની પહેલા ડ્રાઈવરની નોકરી કરતા હતા.

જેવી લોકડાઉનની ગોષના થઇ કે કરણ પર તેના શેઠનો ફોન આવ્યો કે હવે તેમને ડ્રાઈવરની જરૂર નથી અને તે જે ઘરમાં રહેતા હતા તે ઘર પણ પાછું લઇ લેવામાં આવ્યું. આ વાત સંભારતાં જ કરણ અને તેમની પત્ની ખુબજ ચિંતામાં આવી ગયા કારણ કે તેમના ઘરમાં કમાણીનો આ એકમાત્ર જ સોર્સ હતો. 2 મહિના સુધી તો આ દંપતી ગાડીમાં રહ્યાં હતા.

તેમને ઘણી જગ્યા નોકરી અને ઘરની શોધ કરી પણ તેમને કોઈ જગ્યાએ નોકરી અને ઘર મળ્યું નહિ. ત્યારે બધા સબંધીઓએ પણ તેમને મદદ કરવાની ના પાડી દીધી. આખરે તેમના સસરાએ તેમને મદદ કરવા માટે જણાવ્યું.

તેમને થોડા દિવસ તેમના ઘરે રાખ્યા અને પોતાની ગાડી તેમને આપી દીધી. ત્યારે પતિ પત્નીએ નક્કી કર્યું કે તે ગાડીમાંથી હવે કઈ ધાંધો ચાલુ કરશે અને તે આજે છેલ્લા 6 મહિનાથી ગાડીમાં રાજમા ચાવલ વેચે છે અને પોતાની નોકરી કરતા તો સારું જ કમાઈ લે છે.