લીંબુની સાથે ભૂલથી પણ આ ચાર વસ્તુ ના ખાવી જોઈએ, નઈ તો શરીરમાં થઇ શકે છે આટલી મોટી બીમારીઓ.
આપણે આપણા રોજિંદા જીવનમાં લીંબુનો ઉપયોગ કરતા હોઈએ છીએ, લીંબુ આપણા શરીર માટે વરદાનરૂપ સાબિત થાય છે. લીંબુ આપણા શરીરને ઘણા ફાયદાઓ આપતું હોય છે પણ એવા કેટલાય ખોરાક છે જેની સાથે લીંબુનું સેવન ના કરવું જોઈએ. જો કરશો તો તેનાથી શરીરમાં ઘણી સમસ્યાઓ ઉભી થઇ શકે છે અને તમારું પેટ ખરાબ પણ થઇ શકે છે.
આપણે એવી જ ચાર વસ્તુઓ વિષે જાણીએ જેની સાથે લીંબુનું સેવન ના કરવું જોઈએ, જેમાં પહેલી વસ્તુ દહીં છે. જો તમે દહીં સાથે લીંબુનું સેવન કરશો તો, તેનાથી તમારી પાચન શક્તિ નબળી પડે છે અને અપચા જેવી સમસ્યા થઇ શકે છે. તેની સાથે સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ મંદી પડી શકે છે. રોગપ્રતિકારક શક્તિ મંદ પડવાથી ઘણા રોગો શરીરમાં ઉદ્ભવી શકે છે.
બીજી વસ્તુ પપૈયા સાથે પણ લીંબુ ના ખાવું જોઈએ, જો ખાશો તો શરીરમાં હિમોગ્લોબીનની માત્ર ઘટી શકે છે. જો હિમોગ્લોબીન ઓછું થાય તો ચામડી, અને બીજી કેટલીય સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.
ત્રીજી વસ્તુ દૂધ છે, ખાસ કરીને કોઈપણ શાકભાજીમાં લીંબુ નાખીને અને તેની સાથે આપણે દૂધ પિતા હોઈએ છીએ તો પણ શરીરમાં એસીડીટી, છાતીમાં બળતરા, અને પેટ સંબધિત સમસ્યાઓ પણ થઇ શકે છે.
ચોથી વસ્તુ ટામેટા અને લીંબુનું સેવન કોઈ દિવસ ના કરવું જોઈએ, જો તમે આમ સેવન કરશો તો, પાચન શક્તિ નબળી પડે છે અને તેથી એસીડીટી, ગેસ, કબજિયાતની સમસ્યા સર્જાય છે. જેથી કરીને આ ચાર વસ્તુ સાથે કોઈ દિવસે લીંબુ ના ખાવું જોઈએ.
નોધ:- અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.