લાખણીમાં હિંગળાજ માં આજે પણ હાજરા હજુર બિરાજમાન છે, અહીંયા દર્શને આવતા બધા જ દુખીયાઓના દુઃખો માતાજીના આશીર્વાદથી દૂર થાય છે… – GujjuKhabri

લાખણીમાં હિંગળાજ માં આજે પણ હાજરા હજુર બિરાજમાન છે, અહીંયા દર્શને આવતા બધા જ દુખીયાઓના દુઃખો માતાજીના આશીર્વાદથી દૂર થાય છે…

ગુજરાતભરમાં નાના મોટા લાખો હજારો દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે અને આ બધા જ મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શને જતા હોય છે. આપણા ગુજરાતમાં બધા જ લોકો શ્રદ્ધાળુ અને આસ્થાળુ છે એટલે જ ગુજરાતમાં ખૂણે ખૂણે નાના મોટા મંદિરો આવેલા છે.

આ બધા જ મંદિરો પાછળ કંઈકને કંઈક કથા સાથે જોડાયેલું હોય છે.આજે આપણે હિંગળાજ માતાજીના મંદિર વિષે જાણીએ આપણા ગુજરાતમાં ઘણા એવા હિંગળાજ માતાજીના મંદિરો આવેલા છે તેમાંથી એક બનાસકાંઠાના લાખણીમાં પણ આવેલું છે.

આ મંદિર ઘણા વર્ષો જૂનું છે અને અહીંયા માતાજી આજે પણ પરચા પૂરતા રહે છે. લાખણીમાં માતાજીમાં મંદિરના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો ઘણા વર્ષો પહેલા લાખીમાં રાજાશાહી વખતે લૂંટારાઓ લાખની લૂંટવા આવ્યા હતા.

એવામાં જયારે આ લૂંટારાઓ ગામમાં પ્રવેશ્યા અને તરત જ તેમને આંખોમાં દેખાતું બંધ થઇ ગયું હતું તો આ લૂંટારાઓ પાછા એમના એજ જતા રહ્યા હતા. આમ ચોરોથી ગામને બચાવીને હિંગળાજ માતાજીએ પરચો આપ્યો હતો.

આમ માતાજી પહેલા ગામમાં એક ઓટલા પર બિરાજમાન હતા અને તેના પછી ગામના લોકોએ માતાજીને મંદિર બનાવીને બિરાજમાન કરાવ્યા.ત્યારથી માં હિંગળાજ બધા જ ગામલોકો અને ભક્તોના બધા જ દુઃખો દૂર કરીને ભક્તોના જીવનમાં ખુશીઓની લહેર લાવી દેતા હોય છે. અહીંયા રોજે રોજ ઘણા દુખીયાઓ મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે આવે છે અને માતાજી બધા જ ભક્તોના દુઃખો દૂર કરી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *