લગ્ન પ્રસંગમાંથી ઘરે આવતી વખતે આ વ્યક્તિની કાર પલ્ટી જતા તેમનું મૃત્યુ થઇ ગયું અને જયારે તેમની અર્થી ઉઠી તો આખું ગામ આ કરુણ દ્રશ્યો જોઈને હીબકે ચડ્યું…. – GujjuKhabri

લગ્ન પ્રસંગમાંથી ઘરે આવતી વખતે આ વ્યક્તિની કાર પલ્ટી જતા તેમનું મૃત્યુ થઇ ગયું અને જયારે તેમની અર્થી ઉઠી તો આખું ગામ આ કરુણ દ્રશ્યો જોઈને હીબકે ચડ્યું….

અકસ્માતનું નામ આવતા જ બધા લોકો ડરી જતા હોય છે કેમ કે આવા બનાવોમાં કેટલાય નિર્દોષ લોકોને તેમનો જીવ ગુમાવવાનો વાળો આવતો હોય છે, આવા બનાવો રોજે રોજ બનતા જ રહે છે. હાલમાં એક એવો જ દુઃખદ બનાવ અમરેલીના બાબરામાં બન્યો છે.

અહીંયા એક વ્યક્તિ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા હતા અને તેમનું મૃત્યુ થઇ ગયું હતું.બાબરા તાલુકાના ઘુઘરાળા ગામના સરપંચ અજીતભાઇ ભાઈ તેમની કાર લઈને ગઢડા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા અને ત્યાં હાજરી આપીને લગ્ન પુરા કરીને પાછા તેમના ઘરે આવતા હતા.

પણ જયારે તેઓ ઘરે આવતા હતા એવામાં રસ્તામાં અચાનક તેઓએ તેમની કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી ખાઈ ગઈ હતી.આ સમયે તેઓ કારમાં હતા અને તેમની કાર પલ્ટી જતા નવી કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આમ તેઓને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી અને તેથી તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું. આમ જયારે આ બનાવ બન્યો તો અહીંયા લોકો ભેગા થઇ ગયા અને આ વ્યક્તિની વિષે તેમના પરિવારના લોકોને જાણ કરી હતી.

આમ જયારે આ માહિતી મળી તો બધા જ લોકો દુઃખી થયા હતા અને એવી જ રીતે જયારે આ વ્યક્તિની અર્થી ઉઠી તો આખું ગામ તેમના અંતિમ યાત્રામાં જોડાયું હતું અને બધા જ લોકો ઘણા દુઃખી થઇ ગયા હતા. આવી જ રીતે આ વ્યક્તિએ હંમેશા માટે આંખો મીંચી દેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.