લગ્ન પુરા થયા અને નવી પરણેલી કન્યાએ બધા જ સબંધીઓની વચ્ચે તેના સાસુ-સસરાને જે કહ્યું તે સાંભળતાની સાથે જ સાસુ-સસરા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા… – GujjuKhabri

લગ્ન પુરા થયા અને નવી પરણેલી કન્યાએ બધા જ સબંધીઓની વચ્ચે તેના સાસુ-સસરાને જે કહ્યું તે સાંભળતાની સાથે જ સાસુ-સસરા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા…

આપણે ઘણા બધા એવા લગ્ન પ્રસંગો જોયા હશે અને જેમાં દરેક યુવક અને યુવતી તેમના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે તેમનાથી થાય એવું અવનવું કરતા હોય છે. ઘણા લગ્નોમાં પરિવાર મોંગી ગિફ્ટ પણ આપતા હોય છે. હાલમાં એક એવો જ બનાવ બન્યો છે અને જે ઉત્તરપ્રદેશનો છે. અહીંયા કાનપુરમાં રહેતા એક પરિવારે તેમના દીકરાના લગ્ન ખેડૂતની દીકરી સાથે નક્કી કર્યા હતા.

આ વ્યક્તિનું નામ અર્પણ કુમાર હતું અને તેમના દીકરાનું નામ આદર્શરાજના લગ્ન ગામના જ ખેડૂત ચંદ્રમોહનની પુત્રી અંજલી સાથે નક્કી કરી લીધા હતા. તે બંનેના લગ્ન થોડા દિવસો પહેલા સાકેત નગરના ગહોઇ ભવનમાં ધામધૂમથી થયા હતા.

એવામાં બીજા દિવસે આ કન્યાની વિદાય પણ કરવામાં આવી હતી અને એજ વખતે તેની વિદાય એક નવી કારમા કરવામાં આવી હતી. એ જ સમયે આ કન્યાના સસરાએ પુત્રવધૂને આ નવી કારની ચાવી હાથમાં આપી હતી અને આ કાર ભેટમાં આપી હતી. જે વખતે આ ભેટની ખબર પડી તો પુત્રવધુ ખુબ જ ભાવુક થઇ ગઈ હતી.

એ વખતે બધા જ સંબધીઓની વચ્ચે બોલી ઉઠી કે બધી જ દીકરીઓને આવા પરિવાર મળે. આટલું સાંભળતાની સાથે જ અંજલીના સાસુ-સસરા રડવા લાગ્યા હતા. જે વખતે અંજલીના સસરાએ આ કાર તેમને ભેટમાં આપી એ વખતે આટલુ સાંભળીને ત્યાં હજાર બધા જ સબંધીઓને પણ ઘણું આશ્ચર્ય થયું હતું.