લગ્નના 20 વર્ષ બાદ અક્ષય કુમાર-ટ્વીંકલ ખન્નાના લગ્નની તસવીરો થઈ વાઈરલ, લાલ રંગમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અભિનેત્રી જૂઓ તસવીરો… – GujjuKhabri

લગ્નના 20 વર્ષ બાદ અક્ષય કુમાર-ટ્વીંકલ ખન્નાના લગ્નની તસવીરો થઈ વાઈરલ, લાલ રંગમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અભિનેત્રી જૂઓ તસવીરો…

બોલિવૂડ અભિનેત્રી ટ્વિંકલ ખન્ના આજે તેનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીએ અભિનેતા અક્ષય કુમાર સાથે સાત ફેરા લીધા છે. જુઓ બંનેના લગ્નના વાયરલ ફોટા,ટ્વિંકલ ખન્નાએ 17 જાન્યુઆરી, 2001ના રોજ અક્ષય કુમાર સાથે સાત ફેરા લીધા. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

બંનેએ માત્ર ખાસ મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં ખૂબ જ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા.તેના લગ્ન માટે, ટ્વિંકલ ખન્નાએ ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા લાલ ઝરીદાર લહેંગા પહેર્યો હતો અને અક્ષયે સફેદ શેરવાની પહેરી હતી.

આ ફોટોમાં રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા તેમની લાડકી દીકરીનું કન્યાદાન કરતા જોવા મળ્યા હતા.આ તસવીર બંનેના મહેંદી ફંક્શનની છે. જ્યાં અક્ષય પોતે ડિમ્પલને મહેંદી લગાવતો જોવા મળે છે.આજે આ કપલ તેમના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે અને બે બાળકો પુત્ર આરવ અને પુત્રી નિતારાના માતા-પિતા છે.