લગ્નના સમાચારો વચ્ચે વર્ષો જૂનો સબંધનો આવ્યો અંત,દિશા પટણી અને ટાઈગર શ્રોફનું થયું આ કારણે બ્રેકઅપ – GujjuKhabri

લગ્નના સમાચારો વચ્ચે વર્ષો જૂનો સબંધનો આવ્યો અંત,દિશા પટણી અને ટાઈગર શ્રોફનું થયું આ કારણે બ્રેકઅપ

ટાઇગર શ્રોફ અને દિશા પટાણી બી-ટાઉનમાં સૌથી લોકપ્રિય કપલ છે અને ચાહકો પણ આ જોડીને પસંદ કરી રહ્યા છે.પરંતુ ચાહકો માટે ખરાબ સમાચાર છે કારણ કે બંને કલાકારોનું બ્રેકઅપ થઈ ગયું છે.

બાગી ફિલ્મના કલાકારો દિશા પટાણી અને ટાઈગર શ્રોફ ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.જો કે કપલે ક્યારેય જાહેરમાં તેમના સંબંધોનો સ્વીકાર કર્યો ન હતો.પરંતુ તેઓ ઘણીવાર પાર્ટીઓ,એરપોર્ટ અને ડિનર પર એકસાથે જોવા મળ્યા હતા.બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા હતા.આ અંગે ચર્ચાઓ ચાલી રહી હતી.હાલમાં જ સમાચાર આવ્યા છે કે બંને અલગ થઈ ગયા છે.જો કે આ અંગે કપલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.પરંતુ આ નિવેદનમાં ટાઈગર શ્રોફના નજીકના મિત્રોના નિવેદનો સામેલ છે.

છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે દિશા પટાણી અને ટાઈગર શ્રોફે તેમના છ વર્ષ જૂના સંબંધોનો અંત લાવી દીધો છે.અહેવાલ મુજબ બંને કલાકારો આ વર્ષની શરૂઆતમાં અલગ થઈ ગયા હતા અને હાલમાં તેઓ સિંગલ છે.

હિંદુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર દિશા ટાઈગરના બ્રેકઅપનું કારણ જાણી શકાયું નથી.પરંતુ એ વાત ચોક્કસ સામે આવી છે કે છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે અણબનાવ હતો.ટાઇગરના એક મિત્રએ તાજેતરમાં તેમના બ્રેકઅપની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેને પણ થોડા અઠવાડિયા પહેલા આ વિશે જાણ થઈ હતી.તેમના મિત્રએ પણ કહ્યું કે હાલમાં તેમણે આ વિશે કોઈને કહ્યું નથી.ટાઈગર શ્રોફ ફક્ત પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને દિશા પટાણીના બ્રેકઅપની તેના પર બહુ અસર થઈ નથી.

રસપ્રદ વાત એ છે કે બ્રેકઅપના સમાચાર વચ્ચે પણ દિશા પટાણી અને ટાઈગર શ્રોફે એકબીજાને તેમની ફિલ્મો માટે શુભેચ્છા પાઠવી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને હજુ પણ મિત્રો છે.