રોહિત શર્મા સાથે જોવા મળેલ આ બાળક કોણ છે? આજે બની ગયો છે ફેમસ એક્ટર,વર્ષો જૂનો છે આ ફોટો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટીવીની દુનિયામાં સૌથી વધુ ચર્ચિત,મનપસંદ અને લોકપ્રિય કોમેડી સિરિયલ છે.તાજેતરમાં જ આ શોએ તેના 14 વર્ષ પૂર્ણ કર્યા છે અને 15માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.આ પ્રસંગે સમગ્ર ટીમે સાથે મળીને કેક કાપીને આ ખુશીના પળની ઉજવણી કરી હતી.
સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.શોની સાથે સાથે તેની સાથે જોડાયેલ દરેક પાત્ર ખૂબ જ લોકપ્રિય છે.મોટા કલાકારોથી લઈને બાળ કલાકારોએ પણ આ શો દ્વારા પોતાની ખાસ ઓળખ બનાવી છે.શોના નાના કલાકારો પણ ચાહકોમાં ઘણી લોકપ્રિયતા ધરાવે છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ‘ટપ્પુ સેના’ વિશે દરેક વ્યક્તિ વાકેફ છે.’ટપ્પુ સેના’માં પિંકુ,સોનુ,ટપ્પુ,ગોગી અને ગોલીનો સમાવેશ થાય છે.આજે અમે તમને એક કલાકારની બાળપણની તસવીર બતાવવા જઈ રહ્યા છીએ.ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર અને કેપ્ટન રોહિત શર્મા સાથે એક કલાકારની તસવીર વાયરલ થઈ રહી છે અને તેને ઓળખવામાં ભલભલા લોકોનો પરસેવો છૂટી ગયો છે.
જો તમે વાયરલ તસવીરમાં જોશો તો ખબર પડશે કે રોહિત શર્મા સાથે એક નાનું બાળક જોવા મળી રહ્યું છે.આ તસવીર ઘણી જૂની છે અને શો ‘તારક મહેતા’ના બાળ કલાકારના બાળપણના દિવસોની છે.જો તમે તે બાળકને ઓળખી શકતા હોવ તો તે ખૂબ જ સારી વાત છે અને જો તમે તેને ઓળખી શકતા નથી તો અમે તમને જણાવી દઈએ કે આ બાળક શોનો ખૂબ જ પ્રખ્યાત કલાકાર છે.આ બાળકનું નામ રાજ અનડકટ છે.
રાજ અનડકટ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘ટપ્પુ’નું પાત્ર ભજવે છે.અગાઉ ભવ્ય ગાંધી ‘ટપ્પુ’ના રોલમાં જોવા મળ્યા હતા જ્યારે ભવ્યાએ શો છોડ્યો ત્યારથી રાજે આ પાત્ર ભજવ્યું છે.નોંધનીય છે કે રાજે માર્ચ 2015માં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ તસવીર શેર કરી હતી.તસવીર શેર કરતાં તેમણે
કેપ્શનમાં લખ્યું હતું કે”ભારતીય હોવાનો ગર્વ છે”.
બાળપણમાં ગોળમટોળ દેખાતો 25 વર્ષનો રાજ હવે એકદમ ફિટ અને હેન્ડસમ લાગે છે.રાજની સોશિયલ મીડિયા પર પણ સારી ફેન ફોલોઈંગ છે.ઇન્સ્ટાગ્રામ પર રાજના 2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિવાય રાજ અનડકટે બીજી ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે.