રેલવે સ્ટેશન પર આ વ્યક્તિના ટિકિટ માસ્ટરે ૨૦ રૂપિયા વધારે લીધા તો આ વ્યક્તિએ ૨૨ વર્ષ સુધી કોર્ટમાં કેસ લડીને tરેલવે પાસેથી વ્યાજ સહિત આટલા રૂપિયા પરત લીધા. – GujjuKhabri

રેલવે સ્ટેશન પર આ વ્યક્તિના ટિકિટ માસ્ટરે ૨૦ રૂપિયા વધારે લીધા તો આ વ્યક્તિએ ૨૨ વર્ષ સુધી કોર્ટમાં કેસ લડીને tરેલવે પાસેથી વ્યાજ સહિત આટલા રૂપિયા પરત લીધા.

આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે તેમના રોજિંદા જીવનમાં ઘણી બધી વસ્તુઓની ખરીદી કરતા હોય છે, ઘણા લોકો બસ, રિક્ષા અને ટ્રેન જેવા મોટા મોટા પરિવહનમાં પણ મુસાફરી કરતા હોય છે, તે સમયે ઘણી વખત પૈસા અથવા દંડની લેવડદેવડ ખોટી થઈ જતી હોય છે, તેના કારણે ઘણા વ્યક્તિઓના દસ, વિસ રૂપિયા વધારે જતા હોય છે.

તેવા કિસ્સાઓ ઘણીવાર બનતા હોય છે પણ મોટાભાગના લોકો કોર્ટમાં જવાનું વિચારતા જ નથી, કારણ કે દસ વિસ રૂપિયા માટે કોર્ટમાં જઈને લડાઈ લડવી એ ખુબ જ મુશ્કેલ ભર્યું કામ છે. તો પણ ઉત્તર પ્રદેશના તુંગનાથ ચતુર્વેદી માત્ર વિસ રૂપિયા માટે કોર્ટમાં ગયા હતા, તુંગનાથ ચતુર્વેદીનો આ કેસ કોર્ટમાં બાવીસ વર્ષ ચાલ્યો હતો અને આખરે તુંગનાથ ચતુર્વેદી આ કેસ વિષે જીતી ગયા હતા.

તુંગનાથ ચતુર્વેદી ઉત્તર પ્રદેશના મથુરા શહેરના હોલીગેટ વિસ્તારમાં રહેતા હતા અને તે વ્યવસાયે વકીલ હતા, તુંગનાથ ચતુર્વેદી છેલ્લા બાવીસ વર્ષથી કોર્ટમાં લડાઈ લડી રહ્યા હતા. આ બનાવની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ૨૫ ડિસેમ્બર વર્ષ ૧૯૯૯ ના રોજ તુંગનાથ ચતુર્વેદી તેમના એક મિત્ર સાથે મથુરા છાવણી રેલવે સ્ટેશન પર ગયા હતા.

ત્યાં તેમણે મુરાદાબાદ માટે બે ટિકિટ ખરીદી અને મથુરા છાવણીથી મુરાદાબાદની ટિકિટના ૩૫ રૂપિયા હતા એટલે બે ટિકિટ પ્રમાણે ૭૦ રૂપિયા થાય એટલે તુંગનાથે સો રૂપિયાની નોટ આપી પણ સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિએ ૭૦ ના બદલે ૯૦ રૂપિયા કાપી લીધા તો તુંગનાથએ જણાવ્યું તો પણ વિસ રૂપિયા પરત ન કર્યા એટલે તુંગનાથ ચતુર્વેદીએ આ ઘટના અંગે તુંગનાથ ચતુર્વેદીએ જિલ્લા ગ્રાહક અદાલતમાં ઉત્તર મથુરા કેન્ટોન્મેન્ટ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર અને ટિકિટ બુકિંગ ક્લાર્ક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

ત્યારથી તુંગનાથ ચતુર્વેદી રેલ્વે વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને બાવીસ વર્ષ પછી ૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ કોર્ટે તુંગનાથની બાજુ ચુકાદો આપ્યો હતો, કોર્ટે તુંગનાથની બાજુ ચુકાદો આપીને રેલવે સ્ટેશનના લોકોને 20 રૂપિયા પરત અને તેના પર દર વર્ષનું બાર ટકા વાર્ષિક વ્યાજ એટલે કે પંદર હજાર રૂપિયા ચૂકવવા કહ્યું હતું, આથી તુંગનાથ ચતુર્વેદીએ હાર માન્યા વગર બાવીસ વર્ષ સુધી કોર્ટમાં કેસ લડીને મોટી જીત મેળવી હતી.