રૂપલ આઈએ ફક્ત ૯ વર્ષની ઉંમરે એવો પરચો આપ્યો કે આખું ગામ માની ગયું હતું કે આ સાક્ષાત જોગમાયા છે… – GujjuKhabri

રૂપલ આઈએ ફક્ત ૯ વર્ષની ઉંમરે એવો પરચો આપ્યો કે આખું ગામ માની ગયું હતું કે આ સાક્ષાત જોગમાયા છે…

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ ગુજરાતની ધરતી ખુબજ પવિત્ર છે. અહીં ઘણીં જોગમાયાઓએ મનુષ્ય અવતારે જન્મ લીધો છે. આઈ મોગલ, આઈ સોનલ અને આઈ રૂપલ, જેમને પોતાની શક્તિઓથી લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે.આજે અમે તમને રૂપલ આઈ વિષે જણાવીશું કે જેમના વિષે ઘણા લોકો નહિ જાણતા હોય. રૂપલ આઈનો જન્મ વિસાવદરના રામપુરા ગામે થયો હતો.

ખુબજ નાની ઉંમરે જ આઈ રૂપલે પોતાના એવું પરચાઓ પૂર્યા હતા કે લોકો માની ગયા હતા કે આઈ રૂપલ એક જગમાયા છે. જયારે તે નવ વર્ષના થયા ત્યારે એમને પોતાના પિતાને કહ્યું કે બાપુ હું નવ વર્ષના થયા એટલે મારે નવ ચંડી યજ્ઞ કરવો છે અને આખી નાતને જમાડવી છે. આ સાંભળીને બધા જ લોકો આષ્ચર્યમાં આવી ગયા.

નવ વર્ષની દીકરી આવું કઈ રીતે બોલી શકે. પિતાએ કહ્યું કે બેટા આ યજ્ઞ કરવા ઘણા બધા રૂપિયા જોઈએ અને મારી પાસે એટલા રૂપિયા નથી. બધાએ રૂપલ આઈને સમજાવ્યા પણ તે ના માન્ય અને આખરે નવ ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને આખા ચરણ સમાજને આમન્ત્રણ આપવામાં આવ્યું. પરિવારેને ડર હતો કે આ બધાને ખાવાનું કઈ રીતે પહોંન્ચે.

પણ જમે જેમ લોકો જમતા ગયા તેમ તેમ ખાવાનું આપમેળ વધતું ગયું અને હજારો લોકો જમીને ગયા તો પણ અન્નનો એકપણ દાણોના ખુટ્યું અને બધા જ ભક્તો ખુબજ ખુશ થઇ ગયા. એ દિવસ આખા ગામના લોકોએ રૂપલ આઈની શક્તિ જાણી લીધી અને બધા જ તેમનો જયકારો બોલી ઉઠ્યા. આ પછી રૂપાલ આઈએ ઘણા પરચાઓ આપી દિન દુખીયાના દુઃખ દૂર કર્યા.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.