રીક્ષાચાલક પિતાની દીકરી મિસ ઇન્ડિયા બની તો પિતાની રીક્ષામાં બેસીને તેના સન્માન સમારોહમાં જઈને માતાપિતાનું નામ દેશભરમાં ગર્વથી રોશન કર્યું. – GujjuKhabri

રીક્ષાચાલક પિતાની દીકરી મિસ ઇન્ડિયા બની તો પિતાની રીક્ષામાં બેસીને તેના સન્માન સમારોહમાં જઈને માતાપિતાનું નામ દેશભરમાં ગર્વથી રોશન કર્યું.

દેશમાં આપણે દીકરીઓને જોતા હોઈએ છીએ જે તેમના માતાપિતાનું નામ દેશભરમાં રોશન કરવા માટે ઘણી મહેનત કરતી હોય છે અને સફળતા મેળવતી હોય છે, આજે આપણે એક તેવી જ દીકરી વિષે વાત કરીશું, આ દીકરીના પિતા ઓટો રીક્ષા ચલાવીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તો આ દીકરી તેના પિતાની ઓટોમાં બેસીને સન્માન સમારોહમાં ગઈ હતી.

આ દીકરીનું નામ માન્યા સિંહ હતું, માન્યા તેના પિતાની રીક્ષામાં બેસીને મિસ ઇન્ડિયાના સમારોહમાં ગઈ તો તે જોઈને માન્યાના પિતા પણ તેમના આંસુ રોકી શક્યા ન હતા, માન્યા તેના પિતા સાથે ઓટો રીક્ષામાં પાછળની સીટ પર બેસીને મિસ ઇન્ડિયાના સન્માન સમારોહના કાર્યક્રમમાં ગઈ હતી, માન્યાની સાથે તેની માતા પણ તેની સીટ પર બેસી હતી.

મિસ ઇન્ડિયાનો આ સન્માન સમારોહ મુંબઈની ઠાકુર કોલેજમાં રાખવામાં આવ્યો હતો. આ સમારોહના કાર્યક્રમમાં માન્યાની સાથે સાથે તેના માતાપિતાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમાં માન્યાએ તેનો તાજ તેની માતાને પહેરાવ્યો તો માતા તેમના ખુશીના આંસુ રોકી જ શક્યા ન હતા, માન્યા મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાની રહેવાસી હતી.

આ વર્ષે માન્યા મિસ ઇન્ડિયાની રનર અપ હતી, માન્યાના પિતા મુંબઈમાં ઓટો રીક્ષા ચલાવવાનું કામ કરતા હતા અને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને આજે તેમની દીકરીની આ સફળતા જોઈને માન્યાના માતાપિતા ખુબ જ ખુશ થઇ ગયા અને તેમની દીકરી માન્યાને ગળે વળગીને ભીની આંખે રડી પડ્યા હતા, આથી માન્યાએ મિસ ઇન્ડિયા બનીને તેના માતાપિતાનું નામ દેશભરમાં ગર્વથી રોશન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.