|

રિલ્સ બનાવતા બાઇક સ્ટંટ કરનાર યુવકો હવેથી ચેતીજજો,હવે સફીન હસને કરી નવી ટિમ તૈયાર…..

થોડા સમય પહેલા જ રાજ્યમાં પોલીસ બેડામાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો.ગુજરાતના 22 આઇપીએસ અને 84 ડીવાયએસપીની બદલી કરવામાં આવી હતી.ગૃહ વિભાગના આદેશ અનુસાર ભારતના સૌથી યુવાન આઇપીએસ સફીન હસનની બઢતી આપવામાં આવી હતી.ભારતના સૌથી યુવાન આઇપીએસ અઘિકારી સફીન હસન ભાવનગરના એએસપી તરીકે ફરજ બજાવતા હતા.

ગુજરાત સરકારે તેમને એસપી તરીકે બઢતી આપી અમદાવાદમાં ટ્રાફિક ડીસીપી તરીકે મુક્યા છે.સૌ જાણે છે કે ઘણા લોકો રીલ્સ બનાવવા અને સોશિયલ મીડિયામાં નામના મેળવવા બાઈક તેમજ ફોરવ્હીલ વાહનો દ્વારા સ્ટંટ કરતા હોય છે.ત્યારે તો પોતે તો ખરા પણ ઘણા રાહદારીઓના જીવ જોખમમાં મુકતા હોય છે.ત્યારે ટ્રાફીક ડીસીપી સફીન હસને આવા વિડીયો બનાવનાર લોકોને અટકાવવા માટે ખાસ સ્કોડવોડ ટીમ તૈયાર કરી છે.

પહેલા સીસીટીવીના અભાવે સ્ટંટબાજ પકડાતા ન હતા.પરંતુ હવે રોડ પર સ્ટંટ કરતા યુવાનો સીસીટીવીમાં કેદ થાય છે.તેમજ સોશિયલ મીડિયા પરથી પણ પોલીસ તેમના વિડીયો મેળવીને કાર્યવાહી હાથ ધરશે.આ અંગે ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે સોશિયલ મિડીયા પર ટ્રાફિકની ટીમ સતત નજર રાખીને વાહન પર જોખમી સ્ટંટ કરતા યુવકોના એકાઉન્ટ તપાસી રહી છે અને

તેના આધારે તબક્કાવાર કાર્યવાહી કરાશે. આ માટે વાહન આપનાર વિરૂદ્વ પણ ગુના નોંધવામાં આવશે.આ ઉપરાંત, પોલીસે આ પ્રકારની રિલ્સ તૈયાર કરવાના  કેટલાંક લોકેશન શોધ્યા છે. જેમા રીવરફ્રન્ટ, એસ જી હાઇવે,  એસ જી હાઇવે પર આવેલા વિવધ ઓવર બ્રીજ અને રાતના સમયે ખુલ્લા રસ્તા પર જોખમી સ્ટટ કરવામાં આવે છે.

 

Similar Posts