રાત્રે પતિ-પત્ની જમીને એકસાથે સૂતા હતા પણ સવારે ઉઠતાની સાથે જ પત્નીએ જે જોયું તે જોઈને પત્ની બુમાબુમ કરવા લાગી….. – GujjuKhabri

રાત્રે પતિ-પત્ની જમીને એકસાથે સૂતા હતા પણ સવારે ઉઠતાની સાથે જ પત્નીએ જે જોયું તે જોઈને પત્ની બુમાબુમ કરવા લાગી…..

રોજબરોજ અવનવી ઘણી ઘટનાઓ બનતી હોય છે, ઘણી ઘટનાઓ એવી પણ બનતી હોય છે કે તે જાણીને આખા વિસ્તારમાં ચકચાર મચી જતો હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો વલસાડ જિલ્લાના પારડીમાંથી સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે દવાખાનું ચલાવતા ડોકટરે કોઈ કારણસર પોતાના ઘરમાં જ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

આ ઘટના બન્યા બાદ આખા વિસ્તારમાં ભારે અરેહાટી સર્જાઈ ગઈ હતી, આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ડો.અંકિત દેસાઈ અને તેમના પત્ની બંને વ્યવસાયે ડોક્ટર હતા, તેથી બંને જણા પારડીમાં હોસ્પિટલ ચલાવી રહ્યા હતા, ડો.અંકિત દેસાઈના માતા-પિતા રાજસ્થાન ગયા હતા તે સમયે કોઈ કારણોસર ડો.અંકિત દેસાઈએ પોતાના ઘરમાં જ જીવન ટૂંકાવીને મોતને વ્હાલું કર્યું હતું.

આ બનાવની વધારે માહિતી મળતા જાણવા મળ્યું હતું કે પારડી શહેરમાં રહેતું આ ડોક્ટર દંપતી રાત્રે સુઈ રહ્યું હતુ અને અચાનક જ ડો.અંકિત દેસાઈએ કોઈ કારણસર મોડી રાત્રે પોતાના ઘરમાં જ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું,

આ વાતની જાણ તેની પત્નીને થઇ તો તરત જ તેની પત્નીએ આ વાતની જાણ તેના સંબંધીઓને કરી અને ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરી તો પોલીસ પણ તાત્કાલિક જ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

ત્યાં પોલીસે આવીને બધી આગળની કાયદેસરની તપાસ કરવાની શરૂ કરી હતી, પોલીસે બધી તપાસ કરીને જણાવતા કહ્યું હતું કે ડોક્ટર અંકિત દેસાઈના માતા-પિતા વલસાડના પાલી વિસ્તારમાં રહેતા હતા પણ તેઓ શનિવાર

અને રવિવારના રોજ પરિવારના લોકોને મળવા માટે આવતા હતા, પરંતુ થોડા દિવસ પહેલા ડો.અંકિત દેસાઈના માતા-પિતા રાજસ્થાન ફરવા માટે ગયા છે, તેથી આ ઘટનાની વધુ તપાસ પારડી પોલીસે શરૂ કરી હતી.