રાત્રે નોકરીથી ઘરે આવી રહેલા દીકરાનો આખો પરિવાર રાહ જોઈ રહ્યો હતો પણ થયું એવું કે આખો પરિવાર મોટા આઘાતમાં સરી પડ્યો. – GujjuKhabri

રાત્રે નોકરીથી ઘરે આવી રહેલા દીકરાનો આખો પરિવાર રાહ જોઈ રહ્યો હતો પણ થયું એવું કે આખો પરિવાર મોટા આઘાતમાં સરી પડ્યો.

દિવસ દરમિયાન એક્સિડન્ટના ગણા બનાવો બનતા હોય છે. જેનાથી ઘણા પરિવારમાં સદાયની માટે માતમ છવાઈ જતો હોય છે. આવી જ એક દુઃખદ ઘટના માળીયા પંથકના ભંડુરી ગામથી સામે આવી છે. જ્યાં પરિવારના એકના એક જવાન દીકરાનું મૃત્યુ થઇ જતા આખા પંથકમાં માતમ છવાઈ ગયો છે.માળિયા હાટીના તાલુકાનાં ગળોદર ગામે રહેતા ઘનશ્યામભાઈ વેરાવળ નોકરી કરતાં હતાં .તેનાથી તેમના આખા પરિવારનું ગુજરાન ચલાતું હતું. તે પોતાના ઘરના એકલા જ કમાનાર હતા.

તે પોતાની નોકરી મુરી કરીને રાતના ૨.૩૦ વાગે પોતાના ઘરે આવી રહ્યા હતા. ત્યારે તેમના બાઇકે ટ્રકને પાછળની ટંકાર મારતા તે તેના ખુબજ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. તેમને સ્થાનિક લોકોએ તરત જ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

પણ ત્યાં હાજર ડોકટરે ઘનશ્યામ ભાઈને મૃત જાહેર કર્યા હતા. જેવી તેમાં પરિવારને આ વાતની જાણ થઈ કે મધરાતે આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને રાતના ૨.૩૦ વાગે આખા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

આખું ગામ તેમના ઘરે ભેગું થઇ ગયું હતું. ઘનશ્યામ ભાઈના મૃત્યુના સમાચારથી જ આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.જે પરિવારના જવાન દીકરાનું મૃત્યુ થઇ જાય તે પરિવારની વેદનાની કલ્પના કરવી જ ખુબજ મુશ્કિલબની જતી હોય છે. જયારે ઘનશ્યામ ભાઈની મૃતદેહ તેમના ઘરે પહોંચ્યો તો માતા પિતા અને પાડોશીઓ પોક મૂકીને રડી પડ્યા હતા. દીકરી માતા પિતાનો આધાર હતો.