રાજ્યમાં આ તારીખથી મેઘરાજા મન મૂકીને વરસી શકે છે, હવામાન વિભાગે આ વિસ્તારોમાં કરી ભારે વરસાદની આગાહી… – GujjuKhabri

રાજ્યમાં આ તારીખથી મેઘરાજા મન મૂકીને વરસી શકે છે, હવામાન વિભાગે આ વિસ્તારોમાં કરી ભારે વરસાદની આગાહી…

હાલ રાજ્યમાં ચોમાસાના ઋતુ ચાલી રહી છે જેમાં ચોમાસાની શરૂવાત મેઘરાજાએ ખુબજ ધામ ધૂમથી કરી હતી જેના કારણે અનેક વિસ્તારમાં નદી નાળા અને તળાવ ઉભરાવા લાગ્યા હતા અને અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા.જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ મેઘરાજાએ થોડાક દિવસ વિરામ લીધો હતો પરંતુ હવે મેઘરાજા પાછા મહેરબાન થયા છે.ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આજથી ફરી વરસાદ વરસી શકે છે.

આગામી બે દિવસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.તારીખ ૮,૯,૧૦ સુધી રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.જેમાં પાંચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.જેમાં દક્ષિણ ગુજરાત અને સૈરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેમાં આવતી કાલે ૯ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મધ્યગુજરાત અને ઉત્તરગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.જેમાં તારીખ ૮ અને ૯ ના રોજ તાપી,ગાંધીનગર,અમરેલી,ખેડા,પોરબંદર જેવા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સર્ક્યુલેશન સાયકલ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદના કારણે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેમની ખેતીનો પાક પણ હવે નિષ્ફળ જવાના આરે છે જેથી ખેડૂતોની ચિંતામાં કંઈક વધારો થવા લાગ્યો છે.રાજ્યમાં હાલ અનેક જગ્યાએ છૂટો છવાયો વરસાદ જોવા મળશે.