રાજુલાનો આ પરિવાર ક્યારેય નહિ ભૂલે આ સેલ્ફી… જુઓ કેવી રીતે નવ વર્ષના બાળકે બચાવ્યો આખા પરિવારનો જીવ
મોરબી ખાતે બનેલી કરૂણ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ ઘટનામાં એવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે કે, જેમાં લોકો આ બ્રિજ પર ગયા હોય અને આ પૂલ તૂટી પડ્યાના થોડા સમય પહેલા જ કોઈને કોઈ કારણોસર પૂલના અડધા ભાગ સુધી ગયા બાદ ત્યાંથી ફરી પરત ફરી ગયા હોય અને આ કારણોસર આ ઘટનામાં તેમનો પણ જાણે જીવ જતો-જતો રહી ગયો છે. ત્યારે આ ઘટનામાં પૂલ પર ગયા બાદ આખો પૂલ પૂર્ણ કર્યા વીના ફરી પૂલ પરથી બહાર આવી ગયેલા એક રાજુલાના પરિવારે આ બાબતે પોતાની આપવીતી જણાવી છે, ત્યારે તેમનું શું કહેવું છે તે જુઓ.
આ ઘટનાનો ભોગ બનતા-બનતા રહી ગયેલા રાજુલાના સાગરભાઈ મહેતા કહે છે કે, ‘અમે પૂલ પર અડધે સુધી પણ નહીં પહોંચ્યા હતા અને અમારી સાથે અમારો નાનો છોકરો હતો એ બીકના માર્યા રડવા લાગ્યો, આથી પૂલ પરથી અમે ફક્ત સેલ્ફી લઈને પાછા વળી ગયા, જેવા અમે પૂલની બહાર આવી અમારી ગાડી લઈને ત્યાંથી નીકળી ગયા અને બરાબર તેની 15 મિનિટ બાદ જ આ ઘટના બની.
તેઓ વધુમાં કહે છે કે, જો છોકરો ત્યાંથી જતાં રહેવા માટે રડ્યો નહીં હોત તો આજે અમે પણ આ દુર્ઘટનામાં હોમાઈ ગયા હોત.’આ ઘટનાનો ભોગ બનતા-બનતા બચી ગયેલો આ પરીવાર રાજુલા શહેરના દુલર્ભનગરમાં રહેતા ભાનુભાઈ મહેતાનો પરિવાર છે. મહેતા પરીવાર રાજુલાથી તેમના સગાને ત્યાં મોરબી આવ્યો હતો. સાગરભાઇ મહેતા, કોમલબેન, ખેવના અને નેત્ર સહિતના પરિવારના લોકો ઝૂલતા પૂલ ઉપર ગયા. જોકે તેઓ પૂલ પર થોડે સુધી પહોંચ્યા બાદ તેમની સાથે ગયેલા નવ વર્ષીય નેત્રને બીક લાગતા તે રડવા લાગ્યો હતો અને તેણે બહાર આવવા જીદ કરી હતી, જેથી પરિવારે પૂલ પર સેલ્ફી લીધી
આ પરિવારે પૂલ પર ગયા બાદ એક સેલ્ફી લીધી હતી અને એ સેલ્ફી સોશિયલ મીડિયાના પોતાના અકાઉન્ટ પર મૂકતા, આ સેલ્ફી જોનારા અને આ દુર્ઘટનાના સમાચાર સાંભળનારા તેમના અનેક સગાં સંબંધીઓ ચિંતામાં મુકાઈ ગયાં હતાં. આ સમગ્ર બાબતે પરિવારે જણાવ્યું, હાલ અમારા પર સતત સગાં સંબંધીઓના ફોન આવી રહ્યા છે,