રાજસ્થાન ફરવા ગયેલા વડોદરાના આ ચાર મિત્રો સાથે ઘટી એવી ઘટના કે તેનાથી તેમને ઉભો કરી દીધો એક ધંધો અને આજે મહિને કરોડો રૂપિયા કમાઈ રહયા છે.
આજના યુગમાં આંગળીના ટેરવે દરેક વસ્તુ આપણે આપણા દરવાજે મંગાવી શકીએ છીએ. તમે પણ ઓનલાઇન ગણી વસ્તુઓ પોતાના ઘરે મંગાવી પણ હશે. પણ શું તમે એવું સાંભર્યું છે કે તમે ઘરે બેઠા બેઠા પેટ્રોલ કે ડીઝલ પણ મંગાવી શકો છો.
વડોદરાના ચાર મિત્રોએ મળીને કઈ આવું જ કામ શરૂ કર્યું છે. જે તમને ઘરે બેઠા બેઠા ડીઝલ પહોંચાડી શકે છે. જો રસ્તામાં તમારું ડીઝલ પતિ જતા રસ્તામાં અટવાયા હોય તો ફક્ત એક ફોન કરીને ડીઝલ મંગાવી શકો છો.
કામ શરૂ કર્યાના થોડા જ સમયમાં તેમને આનો સારો એવો પ્રતિસાદ મળ્યો અને આજે આ ચાર મિત્રો કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ ચાર મિત્રો જયારે રાજસ્થાન ફરવા માટે ગયા હતા ત્યારે રસ્તા વચ્ચે તેમનું ડીઝલ પતિ ગયી હતું અને તેમને ખુબજ તકલીફનો સામનો કરવો પાડ્યો હતો અને ડબલ કિંમતમાં ડીઝલ ખરીદવું પડ્યું હતું.
ત્યારે ચારે મિત્રોએ નક્કી કર્યું કે આપણે આવી કોઈ સર્વિસ આપતી કંપની બનાવીએ. ત્યારે ચારે મિત્રોએ આમા કામ કરીને કોરોનાની બીજી લહેરમાં પોતાની આ કંપની ચાલુ કરી અને વડોદરાની હોસ્પિટલોમાં ડીઝલ પહોંચાડવાનું શરૂ કર્યું અને આજે તેમને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ચારે મિત્રોએ પોતાની કરોડો રૂપિયાની નોકરી પણ આના માટે છોડી દીધી.
ચારે મિત્રો સાથે સાથે થયેલી એક ઘટનાએ આજે તેમને કરોડો રૂપિયા કમાવી આપતો એક ધન્ધો કરી આપ્યો. ચારે મિત્રોનું લક્ષ છે કે આવનારા 5 વર્ષમાં આ સર્વિસ આખા દેશમાં પહોંચાડવાનો, આપણી આજુબાજુ અને આપણી સાથે પણ ઘણીં એવી પ્રવુતિઓ કે ઘટનાઓ ઘટતી હોય છે કે જેનાથી આપણે પણ આપનો કરોડો રૂપિયાનો ધંધો કરી શકીએ છીએ.