|

રાજભા ગઢવીએ ખજૂરભાઈને કહી આવી વાત, તો ખજૂરભાઈ એ પણ આપ્યો કઈ આવો જવાબ.

મિત્રો તમે ખજૂરભાઈને તો જનતા હશો. અત્યારે તે ખુબજ સમાજસેવાનું કામ કરી રહ્યા છે. ઘણા લોકો તેમની આ સેવાને વધાવી રહયા છે તો કેટલાક લોકો તેમની ટીકા કરી રહયા છે. ગણા કલાકારો પણ ખજૂર ભાઈનો સાથ આપી રહ્યા છે. આ પહેલા લોક ગાયિકા કિંજલ દવેએ પણ સોસીયલ મીડિયા પર પોતાનો વિડીયો પોસ્ટ કર્યો અને ખજૂરભાઈના કામને ખુબજ બિરદાવ્યું હતું.

હવે રાજભા ઘઢવીએ પણ ખજૂરભાઈને તે જે કામ કરી રહ્યા છે. તેમાં તેમને અભિનંદન આપ્યા હતા. રાજભા ગઢવીએ ખજૂર ભાઈને કહ્યું કે તમે જે કામ કરી રહ્યા છો તે ખુબજ સારું છે. તેમાં તમે રચ્યા પચ્યા રહો લોકો તમારા વિષે શું વાતો કરે છે.

તેમના પર ધ્યાન ન આપો. તમે સોનાનું કામ કરશો તો પણ અમુક એવા લોકો તમને જોવા મળી જશે કે જેમને તમારાથી તકલીફ હશે જ. તમે બાધા લોકોને ક્યારેય ખુશ નહિ રાખી શકો. માટે એવા લોકોની ચિંતા ક્યારેય ન કરવી.

રાજભા ઘઢવીકે ખજૂર ભાઈને તેમના ઘરે આવવાનું પણ આમંત્રણ આપ્યું. ખજૂર ભાઈએ પણ તેમનું આમંત્રણ સ્વીકાર્યું. છેલ્લે છેલ્લે રાજભા ઘઢવીએ કહ્યું કે તમે જે કામ કરી રહ્યા છો એ ખુબજ ઉમદા છે.

આ પછી રાજભા ગઢવીએ લોકો કહ્યું કે આખો દિવસ બેસીના રહો આજુ બાજુના સ્થળોએ ફરો અને પોતાનું ધ્યાન રાખો. જો તમે મનથી સ્વસ્થ હશે તો પોતાના જીવનમાં બધું જ કરી શકશો.

રાજભા ઘઢવી ગુજરાતના મોટા કલાકાર છે. તે પોતાના ડાયરા અને સંતવાણી માટે આખા ગુજરાત ભરમાં જાણીતા છે. તેમના આખા ગુજરાત ભરમાં લાખો ચાહકો છે. તે સમાજસેવાના કામ કરતા હોય છે. તેમને ખજૂર ભાઈ સાથે સોસીયલ મીડિયા પર લાઈવ થઇને તેમનું મનોબળ વધાર્યું હતું.

Similar Posts