રાજપરામાં માં ખોડિયાર આજે પણ સાક્ષાત બિરાજમાન છ, માતાજીના દર્શન માત્રથી જ ભક્તોના બધા જ દુઃખો દૂર થાય છે…. – GujjuKhabri

રાજપરામાં માં ખોડિયાર આજે પણ સાક્ષાત બિરાજમાન છ, માતાજીના દર્શન માત્રથી જ ભક્તોના બધા જ દુઃખો દૂર થાય છે….

ગુજરાતમાં ઘણા બધા નાના મોટા દેવી-દેવતાઓના હજારો મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મંદિરોમાં બિરાજમાન દેવી-દેવતાઓના દર્શન કરવા માટે આવતા હોય છે, આજે આપણે એક તેવા જ ચમત્કારિક અને પવિત્ર મંદિર વિષે વાત કરીશું, ગુજરાતમાં ખોડિયાર માતાજીના ઘણા બધા મંદિરો આવેલા છે.

તેવા જ આજે આપણે ખોડિયાર માતાજીના મંદિર વિષે વાત કરીશું, ખોડિયાર માતાજીના પ્રાગટ્ય વિષે વાત કરવામાં આવે તો આજે પણ ખોડિયાર માતાજી રાજપરામાં સાક્ષાત બિરાજમાન છે, આ મંદિરના ઇતિહાસ વિષે વાત કરીએ તો બોટાદમાં રોહિશાળા કરીને એક ગામ આવેલું છે. ત્યાં મામડિયા નામના એક ચારણ રહેતા હતા.

તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેમના પત્ની દેવળબા સ્વભાવે ખુબ જ માયાળુ હતા અને ભગવાનની ભક્તિ કરતા હતા. તેમના ઘરે કોઈ આવે તો તે કોઈ દિવસે ખાલી હાથે પરત જતું ન હતું, મામડિયાને શિલાદિત્ય નામના રાજા મિત્ર હતા. મામડિયાને કોઈ સંતાન ન હતું એટલે તે રોજે રોજ રાજા જોડે જતા અને તેમને એક દિવસે રાજાના કોઈ વ્યક્તિએ એવું કહ્યું.

તેમને સંતાન નથી તો તેનાથી આપણું નુકસાન થશે એટલે રાજાએ તેમની મિત્રતા છોડી દીધી હતી. ત્યારબાદ મામડિયાએ ભગવાન શિવની ભક્તિ કરી તો ભગવાન શિવે કહ્યું કે તમારા ઘરે નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર જન્મ લેશે.

તે પછી થોડા સમયમાં મામડિયાના ઘરે સાત નાગપુત્રીઓ અને નાગપુત્રએ જન્મ લીધો હતો. આ જગ્યા પર ખોડિયાર માતાજી મહાસુદ આથમના દિવસે તેમનું અહીં પ્રાગટ્ય થયું હતું. તેથી ભક્તો હજારોની સંખ્યામાં ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે.