રાજકોટ શહેરના હરિહર ચોક નજીક સાંઢની જેમ ગાડી થઈ ગઈ બેકાબૂ,રોકેટની સ્પીડે આટલા વાહનોને કચડયા,જુઓ વિડીયો – GujjuKhabri

રાજકોટ શહેરના હરિહર ચોક નજીક સાંઢની જેમ ગાડી થઈ ગઈ બેકાબૂ,રોકેટની સ્પીડે આટલા વાહનોને કચડયા,જુઓ વિડીયો

“ઝડપની મજા મોતની સજા” આવી સરકારની ઠેર ઠેર જાહેરાતો કરવા છતાં લોકો માનવા તૈયાર થતા નથી.ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોના ઘણા કિસ્સાઓ સામેં આવે છે.જેમાં કેટલીકવાર વાહનચાલકોની બેદરકારીને કારણે અથવા તેજ રફતાર ગતિને કારણે અકસ્માત સર્જાતા હોય છે.તો કેટલીક વાર વાહનોમાં ટેકિનકલ ખામીને કારણે પણ અકસ્માત થાય છે.ત્યારે હાલમાં રાજકોટમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે.

તાજેતરમાં જ હરિહર ચોકમાં ચાર વાગ્યે આસપાસ અહીં પંચનાથ મેઇન રોડ પર સ્ટાર ચેમ્બર સામે ફોર્ડ એન્ડઓવર કારના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને અહીં રોડ પર સાઈડમાં પાર્ક કરેલા પાંચ વાહનોનું કચ્ચરધાણ બોલાવી દીધુ હતું.સાથે એક વીજ થાંભલો પણ પાડી દીધો હતો.આ દરમિયાન અહીંથી ચાલીને જઈ રહેલા બાળકને હડફેટે લીધો હતો.અકસ્માત થતા અહીં અફરાતફરી મચી હતી.

ત્યાર બાદ આ બેકાબૂ બનેલી કાર એક બિલ્ડિંગમાં ઘૂસી ગઇ હતી.તે બિલ્ડિંગની દિવાલ સાથે ધડાકાભેર અથડાઇ હતી.કારે વીજ પોલને પણ અડફેટે લેતાં વીજ કંપનીના લોકો પણ દોડી આવ્યા હતા અને શોર્ટ સર્કિટની ઘટના ન બને તે માટે તાત્કાલિક તકેદારીના પગલા હાથ ધર્યા હતા.વીજ કંપનીએ વીજ પૂરવઠો બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કાર એટલી સ્પીડમાં હતી કે અડફેટે આવેલો વીજ પોલ તૂટીને દૂર જઇને પડ્યો હતો.સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કારની સ્પીડ ખૂબ જ તીવ્ર હતી. હાઇવે પર બેફામ ગાડી હાંકી રહ્યા હોય તેમ એન્ડેવર કારનો ચાલક રાજકોટના સાંકડા રસ્તાઓ પર કાર દોડાવી રહ્યો હતો.બિલખાનો રહેવાસી વ્યક્તિ પૂરપાટ ઝડપે એન્ડઓવર કાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

આ મામલે પોલીસે અકસ્માત સર્જનાર યુવક સામે આઇપીસીની કલમ 279, 337, 338, 427 તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 184, 177 તેમજ 185 મુજબ ગુનો નોંધ્યો છે.અકસ્માતમાં કાર ચાલક યુવકને પણ ઇજા પહોંચતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આરોપી ડીસમીસ પોલીસમેન હોવાનું પણ સામે આવ્યું છે.અગાઉ તેના વિરૂદ્ધ હત્યા મારામારી દારૂ સહિતના અનેક ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે.